gu_tn/mat/23/intro.md

2.6 KiB

માથ્થી 23 સામાન્ય નોંધો

આ અધ્યાયમાંના વિશિષ્ટ ખ્યાલો

ઢોંગીઓ

ઈસુ ફરોશીઓને ઘણીવાર ઢોંગીઓ કહે છે (માથ્થી 23:13) અને તેમ કરવા દ્વારા તેનો અર્થ શું છે તે ભારપૂર્વક કહે છે. ફરોશીઓએ એવા નિયમો બનાવ્યા હતા કે વાસ્તવમાં કોઈપણ વ્યક્તિ તેનું પાલન કરી શકે નહીં, અને ત્યારપછી તે નિયમોનું પાલન કરવામાં અસમર્થ સામાન્ય લોકોને તેઓ દોષિત ઠરાવતા હતા. વધુમાં, મૂસાના નિયમશાસ્ત્રમાંની ઈશ્વરની મૂળ આજ્ઞાઓના પાલનના બદલે ફરોશીઓ પોતે બનાવેલા નિયમોનું પાલન કરવામાં માનતા હતા.

આ અધ્યાયમાં અનુવાદ અંગેની અન્ય સંભવિત મુશ્કેલીઓ

નામથી બોલાવવું

મોટા ભાગની સંસ્કૃતિઓમાં, લોકોનું અપમાન કરવું ખોટી બાબત છે. આ અધ્યાયમાંના ઘણા શબ્દો ફરોશીઓ માટે અપમાનજનક શબ્દો છે. ઈસુએ તેમને ""ઢોંગીઓ,"" ""અંધ માર્ગદર્શકો,"" ""મૂર્ખો,"" અને ""સર્પો"" કહે છે (માથ્થી 23:16-17). ઈસુ આ શબ્દોનો ઉપયોગ કરવા દ્વારા કહે છે કે ઈશ્વર ચોક્કસપણે ફરોશીઓને શિક્ષા કરશે કારણ કે તેઓ ખોટું કરી રહ્યા હતા.

વિરોધાભાસ

વિરોધાભાસ એ સાચું નિવેદન છે જે કંઈક અશક્યનું વર્ણન કરે છે. જ્યારે ઈસુ કહે છે કે ""જે તમારામાં સૌથી મહાન છે તે તમારો સેવક થાય"" ત્યારે ઈસુ વિરોધાભાસનો ઉપયોગ કરે છે. ([માથ્થી 23:11-12] (./11.md)).