gu_tn/tit/front/intro.md

5.4 KiB

તિતસના પત્રની પ્રસ્તાવના

ભાગ ૧: સામાન્ય પ્રસ્તાવના

તિતસના પત્રની રૂપરેખા. પાઉલ તિતસને ઈશ્વરપરાયણ આગેવાનોની નિમણૂંક કરવા માર્ગદર્શન આપે છે (૧:૧-૧૬)

૧. પાઉલ તિતસને ઈશ્વરપારાયણ જીવન જીવવા માટે લોકોને તાલીમ આપવાની સૂચનાઓ આપે છે. (૨:૧-૩:૧૧) ૧. પાઉલ તેમની અમુક યોજનાઓ જણાવી, વિશ્વાસીઓને અંતિમ શુભેચ્છાઓ પાઠવી પત્રનું સમાપન કરે છે. (૩:૧૨-૧૫)

તિતસનો પત્ર કોણે લખ્યો?

પાઉલે તિતસનો પત્ર લખ્યો હતો. પાઉલ તાર્શીશ શહેરનો હતો. ખ્રિસ્તી બન્યા પૂર્વેના જીવનમાં પાઉલ, શાઉલ તરીકે જાણીતો હતો. ખ્રિસ્તી બન્યા અગાઉ, પાઉલ એક ફરોશી હતો. તેણે ખ્રિસ્તીઓની સતાવણી કરી હતી. તેના ખ્રિસ્તી બન્યા પછી, તે ઘણી વખત રોમન સામ્રાજ્યમાં લોકોને ઈસુની સુવાર્તા કહેતો ફર્યો હતો.

તિતસનો પત્ર શું જણાવે છે?

પાઉલે આ પત્ર તિતસને લખ્યો હતો, જે તેનો સાથી કાર્યકર હતો, અને ક્રિત ટાપુ પર મંડળીઓની આગેવાની આપતો હતો. પાઉલે તેને મંડળીના આગેવાનોની પસંદગી કરવાને સૂચના આપી હતી. પાઉલ એમ પણ જણાવે છે કે વિશ્વાસીઓએ એકબીજા સાથે કેવું વર્તન કરવું જોઇએ. અને તેણે ઈશ્વરને પસંદ પડે એવું જીવન જીવવા લોકોને પ્રોત્સાહન આપ્યું.

આ પત્રના શીર્ષકનો અનુવાદ કેવી રીતે કરવો જોઈએ?

અનુવાદકો આ પત્રને પરંપરાગત શીર્ષક આપવાનું પસંદ કરી શકે છે જેમ કે, ""તિતસ"" અથવા તેઓ વધુ સ્પષ્ટ શીર્ષક પસંદ કરી શકે છે જેમ કે ""તિતસને પાઉલનો પત્ર"" અથવા ""તિતસનો પત્ર."" (જુઓ: rc://*/ta/man/translate/translate-names)

ભાગ ૨: મહત્વપૂર્ણ ધાર્મિક અને સાંસ્કૃતિક વિચારો

મંડળીમાં લોકો કેવી ભૂમિકાઓ નિભાવી શકે છે?

તિતસના પત્રમાં કેટલુંક શિક્ષણ આપવામાં આવ્યું છે કે શું કોઈ સ્ત્રી અથવા છૂટાછેડા થયેલ પુરુષ મંડળીમાં આગેવાન તરીકે સેવા આપી શકે છે? આ શિક્ષણના અર્થ વિશે વિદ્વાનો અસંમત છે. આ પત્રનું ભાષાંતર કરતાં પહેલાં આ બાબતો પર વધુ અભ્યાસ જરૂરી હોઈ શકે છે.

ભાગ ૩: મહત્વપૂર્ણ અનુવાદ સમસ્યાઓ

એકવચન અને બહુવચન ""તમે""

આ પત્રમાં, ""હું"" શબ્દ પાઉલનો ઉલ્લેખ કરે છે. તથા “તું” શબ્દ હંમેશાં એકવચન છે અને તે તિતસનો ઉલ્લેખ કરે છે. આનો અપવાદ ૩:૧૫ છે. (જુઓ: [[rc:///ta/man/translate/figs-exclusive]] અને[[rc:///ta/man/translate/figs-you]])

""ઈશ્વર આપણા તારણહાર?"" એનો અર્થ શું છે?

આ પત્રમાં આ એક સામાન્ય શબ્દસમૂહ છે. પાઉલનો અર્થ એ હતો કે આ પત્રના વાચકો વિચાર કરે કે, કેવી રીતે ઈશ્વરે તેમની વિરુદ્ધ કરેલા પાપોની માફી લોકોને ખ્રિસ્તમાં આપી છે. અને તેમને માફ કર્યાથી તેઓને ન્યાયના દિવસને માટે બચાવી લીધા છે જે દિવસે તેઓ અન્ય લોકોનો ન્યાય કરવાના છે. આ પત્રમાં સમાન શબ્દસમૂહ છે ""આપણા મહાન ઈશ્વર અને ઉદ્ધારક ઈસુ ખ્રિસ્ત”