gu_tn/rom/front/intro.md

19 KiB

રોમનોનો પરિચય

ભાગ 1: સામાન્ય પરિચય

રોમનોના પુસ્તકની રૂપરેખા

  1. પરિચય (1:1-15)
  2. ઈસુ ખ્રિસ્તમાં વિશ્વાસ દ્વારા ન્યાયીપણું (1:16-17)
  3. પાપને કારણે સમગ્ર માનવજાતને દોષિત ઠરાવવામાં આવી છે (1:18-3:20)
  4. ઈસુ ખ્રિસ્ત દ્વારા તેમના પર વિશ્વાસ કરવા દ્વારા ન્યાયીપણું (3:20-4:25)
  5. પવિત્ર આત્માના ફળો (5:1-11)
  6. આદમ અને ખ્રિસ્તની તુલના (5:12-21)
  7. આ જીવનમાં ખ્રિસ્તનાં જેવુ બનવું (6:1-8:39)
  8. ઇઝરાએલને માટે ઈશ્વરની યોજના (9:1-11:36)
  9. ખ્રિસ્તીઓ તરીકે જીવવાની વ્યવહારુ સલાહ (12:1-15:13)
  10. સમાપન અને અભિવાદન (15:14-16:27)

રોમનોનું પુસ્તક કોણે લખ્યું?

રોમનોનું પુસ્તક પ્રેરિત પાઉલે લખ્યું. પાઉલ તાર્સસ શહેરનો વતની હતો. તેના શરૂઆતનાં જીવનમાં તે શાઉલ તરીકે જાણીતો હતો. ખ્રિસ્તી બન્યા અગાઉ, પાઉલ ફરોશી હતો. તે ખ્રિસ્તીઓની સતાવણી કરતો હતો. તેના ખ્રિસ્તી બન્યા બાદ, તેણે રોમન સામ્રાજ્યમાં લોકોને ઈસુ વિશે કહેતા ઘણી વાર પ્રવાસ કર્યો.

પાઉલે આ પત્ર લગભગ જ્યારે તે રોમન સામ્રાજ્યમાંથી ત્રીજી યાત્રા દરમિયાન તે કરિંથ શહેરમાં રહેતો હતો ત્યારે લખ્યો.

રોમનોનું પુસ્તક શેના વિશે છે?

પાઉલે આ પત્ર રોમમાંના ખ્રિસ્તીઓને લખ્યો. પાઉલ જ્યારે તેમની મુલાકાત લે ત્યારે તેઓ તેને આવકારવા માટે તૈયાર રહે તેવી તેની ઇચ્છા હતી. તેણે કહ્યું કે તેનો હેતુ “વિશ્વાસનું આજ્ઞાપાલન લાવવા વિશેનો” હતો (16:26).

આ પત્રમાં પાઉલે ઈસુ ખ્રિસ્તની સુવાર્તાનું સંપૂર્ણ રીતે વર્ણન કર્યું. તેણે સમજાવ્યું કે યહૂદી અને બિન-યહૂદી બંનેએ પાપ કર્યું છે, અને માત્ર જો તેઓ ઈસુમાં વિશ્વાસ કરે તો ઈશ્વર તેઓને ક્ષમા કરશે અને તેમને ન્યાયી ઠરાવશે (અધ્યાય 1-11). પછી તેણે તેમને વિશ્વાસીઓએ કેવી રીતે જીવવું તેની વ્યવહારુ સલાહ આપી (અધ્યાય 12-16),

આ પુસ્તકના શીર્ષકનું અનુવાદ કેવી રીતે થઈ શકે?

અનુવાદકારો આ પુસ્તકને તેના પરંપરાગત શીર્ષક “રોમનો” થી બોલાવવાનું પસંદ કરી શકે છે. અથવા તેઓ વધુ સ્પષ્ટ શીર્ષક પસંદ કરી શકે છે, જેમ કે “રોમની મંડળીને માટે પાઉલનો પત્ર,” અથવા “રોમના ખ્રિસ્તીઓને પત્ર.” (જુઓ: rc://*/ta/man/translate/translate-names)

ભાગ 2: મહત્વપૂર્ણ ધાર્મિક અને સાંસ્કૃતિક ખ્યાલો

ઈસુનો ઉલ્લેખ કરવા માટે કયા શીર્ષકોનો ઉપયોગ કરવામાં આવ્યો છે?

રોમનોમાં, પાઉલે ઈસુનું વર્ણન ઘણા શીર્ષકો અને વર્ણનોથી વર્ણન કરેલુ છે: ઈસુ ખ્રિસ્ત (1:1), દાઉદનું બીજ (1:3), ઈશ્વર પુત્ર (1:4), પ્રભુ ઈસુ ખ્રિસ્ત (1:7), ખ્રિસ્ત ઈસુ (3:24), પ્રાયશ્ચિત (3:25), ઈસુ (3:26), ઈસુ આપણા પ્રભુ, (4:24), સૈન્યોના પ્રભુ (9:29), ઠેસ ખવડાવનાર પથ્થર અને ઠોકરરૂપ ખડક (9:33), નિયમની સંપૂર્ણતા (10:4), ઉદ્ધારક (11:26), મૂએલાં અને જીવતાંના પ્રભુ (14:9), અને યશાઈની જડ (15:12).

રોમનોમાંના ધર્મશાસ્ત્રના શબ્દોનું અનુવાદ કેવી રીતે કરવું જોઈએ?

પાઉલ ઘણા ધર્મશાસ્ત્રના શબ્દોનો ઉપયોગ કરે છે જેનો ઉપયોગ ચાર સુવાર્તાઓમાં કરવામાં આવ્યો નથી. જેમ શરૂઆતના ખ્રિસ્તીઓ ઈસુ ખ્રિસ્ત અને તેમના સંદેશના અર્થ વિશે વધુ શીખ્યા, તેમ તેઓને નવા વિચારો માટે શબ્દો અને અભિવ્યક્તિઓની જરૂર હતી. આ શબ્દોના થોડા ઉદાહરણો “ન્યાયીકરણ” (5:1), “નિયમના કાર્યો” (3:20), “સમાધાન” (5:10), “પ્રાયશ્ચિત” (3:25), “શુદ્ધિકરણ” (6:19), અને “જૂનો માનવી” (6:6).

“મુખ્ય શબ્દો” શબ્દકોશ અનુવાદકારોને આ ઘણા શબ્દો સમજવામાં સહાય કરી શકે છે. (જુઓ: rc://*/ta/man/translate/figs-abstractnouns)

જેમ કે ઉપરોક્ત આપેલા શબ્દો સમજાવવા માટે મુશ્કેલ છે. અનુવાદકારો માટે તેમની પોતાની ભાષાઓમાં સમાન શબ્દો શોધવા તે ઘણી વાર મુશ્કેલ અથવા અશક્ય બની જાય છે. આ શબ્દો માટે સમકક્ષ શબ્દ જરૂરી નથી તે જાણવું સહાયરૂપ બની શકે છે. તેને બદલે, અનુવાદકારો આ વિચારોને જણાવવા માટે ટૂંકી અભિવ્યક્તિઓ વિકસાવી શકે છે. ઉદાહરણ તરીકે, “સુવાર્તા” શબ્દને “ઈસુ ખ્રિસ્ત વિશેની ખુશ ખબર” તરીકે અનુવાદ કરી શકાય છે.

અનુવાદકારોએ આ પણ યાદ રાખવું જોઈએ કે આ શબ્દોનો એક કરતાં વધારે અર્થ પણ થાય છે. તેનો અર્થ લેખક તે શબ્દનો ઉપયોગ કેવી રીતે તે વિશેષ ભાગમાં કરે છે તે પર આધારિત છે. ઉદાહરણ તરીકે, ક્યારેક “ન્યાયીપણા” નો અર્થ થાય છે કે વ્યક્તિ ઈશ્વરના નિયમનું પાલન કરે છે. અન્ય સમયે, “ન્યાયીપણા” નો અર્થ થાય છે કે ઈસુ ખ્રિસ્ત આપણા માટે ઈશ્વરના નિયમનું સંપૂર્ણપણે પાલન કર્યું.

ઇઝરાએલના “શેષ” દ્વારા પાઉલનો શો અર્થ હતો (11:5)?

“શેષ” નો વિચાર એ જૂના કરાર અને પાઉલ એમ બંને માટે મહત્વપૂર્ણ હતો. જ્યારે આશ્શૂર અને પછી બાબિલના લોકોએ તેઓની ભૂમિ પર વિજય મેળવ્યો ત્યારે મોટાભાગના ઇઝરાએલીઓ કાં તો માર્યા ગયા અથવા તો અન્ય લોકો મધ્યે વિખેરાઈ ગયા. પ્રમાણમાં ફક્ત થોડા જ યહૂદીઓ બચી ગયા. તેઓ “શેષ” તરીકે ઓળખાયા.

11:1-9 માં, પાઉલ અન્ય શેષની વાત કરે છે. આ શેષ લોકો યહૂદીઓ હતા જેમને ઈશ્વરે બચાવ્યા કારણ કે તેઓ ઈસુ પર વિશ્વાસ કરતાં હતા. (જુઓ: rc://*/tw/dict/bible/kt/remnant)

ભાગ 3: અનુવાદને લગતા મહત્વના મુદ્દાઓ

“ખ્રિસ્તમાં” હોવું એટલે પાઉલનો અર્થ શો હતો?

“ખ્રિસ્તમાં” શબ્દસમૂહ અને સમાન શબ્દસમૂહો 3:24; 6:11, 23; 8:1,2,39; 9:1; 12:5,17; 15:17; અને 16:3,7,9,10 માં જોવા મળે છે. પાઉલ આ પ્રકારના શબ્દસમૂહોનો ઉપયોગ રૂપક તરીકે એ વ્યક્ત કરવા કરે છે કે ખ્રિસ્તી વિશ્વાસીઓ ઈસુ ખ્રિસ્તના જ છે. ખ્રિસ્તના હોવું તેનો અર્થ એ છે કે વિશ્વાસીઓને તારણ આપવામાં આવ્યું છે અને તેઓને ઈશ્વરના મિત્ર બનાવવામાં આવ્યા છે. વિશ્વાસીઓને પણ ઈશ્વર સાથે હંમેશા રહેવાનુ વચન આપવામાં આવ્યું છે. તેમ છતાં, આ વિચારને ઘણી ભાષાઓમાં રજૂ કરવો એ મુશ્કેલ બને છે.

આ શબ્દસમૂહોનો પણ ચોક્કસ અર્થ છે જેનો પાઉલે વિશેષ ભાગમાં કેવી રીતે ઉપયોગ કર્યો છે તેના પર એ આધારિત છે. ઉદાહરણ તરીકે, 3:24 (“ઉદ્ધાર કે જે ખ્રિસ્ત ઈસુમાં છે”), ઈસુ ખ્રિસ્તના “કારણે” આપણો ઉદ્ધાર થયો છે પાઉલ તેનો ઉલ્લેખ કરે છે. 8:9 માં, (“તમે દેહમાં નથી પણ આત્મામાં છો”), પાઉલ વિશ્વાસીઓને પવિત્ર આત્મા “ને” સમર્પિત થવાની વાત કરે છે. 9:1 માં (“હું ખ્રિસ્તમાં સત્ય કહું છું”), પાઉલનો અર્થ એ છે કે તે સત્ય કે જે ઈસુ ખ્રિસ્તની “સાથે કરારમાં છે” તે કહી રહ્યો છે.

તેમ છતાં, ઈસુ ખ્રિસ્ત (અને પવિત્ર આત્મા સાથે) સાથે જોડાવવાના આપણા મૂળ વિચારને આ શબ્દસમૂહોમાં પણ જોવામાં આવે છે. તેથી, અનુવાદકો પાસે ઘણા શબ્દસમૂહોમાં “માં” ઉપયોગ કરવાનું પસંદ કરી શકે છે. તે ઘણી વાર “માં,” ને વધુ ત્વરિત અર્થમાં રજૂ કરી શકે છે, જેમ કે “તેના દ્વારા,” “ની રીતે,” અથવા “ના સંદર્ભમાં.” પરંતુ, જો સંભવ હોય તો, અનુવાદકારે એ શબ્દ અથવા ભાગનો ઉલ્લેખ પસંદ કરવો જોઈએ જે ત્વરિત અર્થ અને “સાથે સંપમાં” ના અર્થમાં હોય. (જુઓ: rc://*/tw/dict/bible/kt/inchrist)

યુએલટી માં રોમનોમાં “પવિત્ર,” “સંતો” અથવા “પવિત્ર લોકો,” અને “શુદ્ધ” ના વિચારોને કેવી રીતે રજૂ કરવામાં આવ્યા છે?

વિવિધ વિચારોમાંથી કોઈપણનો સંકેત આપવા માટે શાસ્ત્રો આવા શબ્દોનો ઉપયોગ કરે છે. આ કારણથી, અનુવાદકારો માટે તેમના સંસ્કરણોમાં તેમને રજૂ કરવું ઘણી વાર મુશ્કેલ બને છે. અંગ્રેજીમાં અનુવાદ કરતા સમયે, યુએલટી નીચેના સિદ્ધાંતોનો ઉપયોગ કરે છે:

  • કેટલીક વાર શબ્દસમૂહનો અર્થ નૈતિક પવિત્રતા દર્શાવે છે. વિશેષ કરીને સુવાર્તાને સમજવા માટે તે મહત્વનું છે કે ઈશ્વર કાળજી રાખે છે કે ખ્રિસ્તીઓ પાપરહિત બને કારણ કે તેઓ ઈસુ ખ્રિસ્ત સાથે એક થયા છે. બીજું સંબંધિત સત્ય એ છે કે ઈશ્વર સંપૂર્ણ અને દોષરહિત છે. ત્રીજું સત્ય એ છે કે ખ્રિસ્તીઓએ તેમના જીવનોમાં નિરપરાધી અને દોષરહિત વર્તન કરવું. આ કિસ્સાઓમાં, યુએલટી “પવિત્ર,” “પવિત્ર ઈશ્વર,” “પવિત્ર વ્યક્તિઓ” અથવા “પવિત્ર લોકો” ઉપયોગ કરે છે. (જુઓ 1:7)
  • કેટલીક વાત ભાગનો અર્થ ખ્રિસ્તીઓ દ્વારા કરવામાં આવેલી કોઈ ખાસ ભૂમિકા સૂચવ્યા વિના સરળ ઉલ્લેખ સૂચવે છે. એવા કિસ્સાઓમાં જ્યાં અન્ય અંગ્રેજી સંસ્કરણોમાં, “સંતો” અથવા “પવિત્ર લોકો,” હોય છે જ્યારે યુએલટી “વિશ્વાસીઓ” ઉપયોગ કરે છે. (જુઓ: 8:27; 12:13; 15:25, 26, 31; 16:2, 15)
  • કેટલીક વાર તે ભાગનો અર્થ કોઈ વ્યક્તિ અથવા કોઈ વસ્તુને માત્ર ઈશ્વર માટે જ અલગ કરાયાનું સૂચન કરે છે. આ કિસ્સાઓમાં, યુએલટી “અલગ કરાયેલ,” “ને સમર્પિત,” “અભિષિક્ત,” અથવા “માટે અનામત” નો ઉપયોગ કરે છે. (જુઓ: 15:16)

જ્યારે અનુવાદકો આ વિચારોને તેમના પોતાના સંસ્કરણોમાં કેવી રીતે રજૂ કરવા તે વિચારશે ત્યારે યુએસટી ઘણી વાર મદદરૂપ થશે.

રોમનોના પુસ્તકના લખાણમાં મુખ્ય મુદ્દાઓ કયા છે?

નીચેની કલમો માટે, બાઈબલનું આધુનિક સંસ્કરણ જૂના સંસ્કરણો કરતાં અલગ છે. યુએલટી આધુનિક વાંચનનો સમાવેશ કરે છે અને જૂના વાંચનને પાનની નીચે નોંધમાં મૂકે છે.

  • “તે [ઈશ્વર] સર્વ બાબતો એકંદરે ભલાઈ માટે કરે છે” (8:28). કેટલાક જૂના સંસ્કરણોમાં વાંચવામાં આવે છે કે, “એકંદરે સઘળું હિતકારક નીવડે છે.”
  • “પરંતુ જો તે કૃપા દ્વારા છે, તો તે કાર્યો દ્વારા નથી. નહિ તો કૃપા હવે કૃપા રહેશે નહિ” (11:6). કેટલાક જૂના સંસ્કરણોમાં વાંચવામાં આવે છે કે: “પરંતુ જો તે કાર્યો દ્વારા છે, તો તે હવે કૃપા નથી: નહિ તો કાર્ય હવે કાર્ય રહેશે નહિ.”

પ્રાચીન બાઈબલની નકલોમાં નીચેની કલમ ઉત્તમ રીતે નથી. અનુવાદકોને આ કલમ ન ઉમેરવા માટે સલાહ આપવામાં આવે છે. તેમ છતાં, જો અનુવાદકોના ક્ષેત્રમાં, બાઈબલના જૂના સંસ્કરણો છે કે જેમાં આ કલમ છે, તો અનુવાદકો તેનો સમાવેશ કરી શકે છે. જો તેનું અનુવાદ કરવામાં આવ્યું, તો તે લગભગ મૂળ રોમનોના પુસ્તકનું નથી તે દર્શાવવા માટે તેને ([]) ચોરસ કૌંસમાં મૂકવામાં આવે.

  • “આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા તમો સર્વની સાથે હો. આમેન” (16:24).

(જુઓ: rc://*/ta/man/translate/translate-textvariants)