gu_tn/rom/14/intro.md

2.5 KiB

રોમનો 14 સામાન્ય નોંધ

માળખું અને બંધારણ

કેટલાક અનુવાદો કવિતાઓની દરેક પંક્તિને બાકીના લખાણ કરતાં દૂર જમણી બાજુએ સુયોજિત કરે છે જેથી તેને વાંચવું વધુ સરળ બને. યુએલટી આ પ્રમાણે આ અધ્યાયની કલમ 11 સાથે કરે છે, જેને પાઉલ જૂના કરારમાંથી ટાંકે છે.

આ અધ્યાયમાંના વિશિષ્ટ ખ્યાલો

વિશ્વાસમાં નબળા

પાઉલ શીખવે છે કે ખ્રિસ્તીઓ પ્રત્યક્ષ વિશ્વાસ રાખી શકે છે અને તે જ સમયે આપેલ પરિસ્થિતિમાં ""વિશ્વાસમાં નબળા"" હોઈ શકે છે. તે એવા ખ્રિસ્તીઓને વર્ણવે છે જેમનો વિશ્વાસ અપરિપક્વ છે, મજબૂત નથી, અથવા ગેરસમજ છે. (જુઓ: rc://*/tw/dict/bible/kt/faith)

આહાર પ્રતિબંધો

પ્રાચીન નજીકના પૂર્વમાં ઘણા ધર્મોએ શું ખાવું તે પ્રતિબંધિત કર્યું હતું. ખ્રિસ્તીઓને જે ઇચ્છે તે ખાવા માટેની સ્વતંત્રતા છે. પરંતુ તેઓએ આ સ્વતંત્રતાનો કુશળતાપૂર્વક ઉપયોગ એવી રીતે કરવાની જરૂર છે કે જે ઈશ્વરનું સન્માન કરતું હોય અને બીજાઓને પાપ કરવા માટેનું કારણ ન આપતું હોય. (જુઓ: rc://*/tw/dict/bible/kt/sin)

ઈશ્વરનું ન્યાયાસન

ઈશ્વર કે ખ્રિસ્તનું ન્યાયાસન એ તે સમયનું પ્રતિનિધિત્વ કરે છે જ્યારે ખ્રિસ્તીઓ સહિતના, સર્વ લોકો તેઓ જે રીતે જીવ્યા તે માટે તેઓને જવાબદાર માનવામાં આવશે.