gu_tn/rom/12/intro.md

3.0 KiB

રોમનો 12 સામાન્ય નોંધો

માળખું અને બંધારણ

કેટલાક અનુવાદો કવિતાઓની દરેક પંક્તિને બાકીના લખાણ કરતાં દૂર જમણી બાજુ સુયોજિત કરે છે જેથી તેને વાંચવું વધુ સરળ બને. યુએલટી આ કલમ 20 ના શબ્દોમાં કરે છે, જે જૂના કરારના શબ્દો છે.

ઘણા વિદ્વાનો માને છે કે પાઉલ રોમનો 12:1 માં 1-11 બધા અધ્યાયોનો ઉલ્લેખ કરવા માટે ""તેથી"" શબ્દનો ઉપયોગ કરે છે. ખ્રિસ્તી સુવાર્તાને કાળજીપૂર્વક સમજાવ્યા પછી, પાઉલે હવે સમજાવ્યું કે ખ્રિસ્તીઓને આ મહાન સત્યના પ્રકાશમાં કેવી રીતે જીવવું જોઈએ. અધ્યાય 12-16 ખ્રિસ્તી વિશ્વાસમાં જીવવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે. આ વ્યવહારુ સૂચનાઓ આપવા માટે પાઉલ આ અધ્યાયોમાં ઘણા વિવિધ આદેશોનો ઉપયોગ કરે છે. (જુઓ: rc://*/tw/dict/bible/kt/faith)

આ અધ્યાયમાંના વિશિષ્ટ ખ્યાલો

ખ્રિસ્તી જીવન

મૂસાના નિયમ હેઠળ, લોકોને ભક્તિસ્થાનમાં પ્રાણીઓ અથવા અનાજના અર્પણો ચઢાવવા જરૂરી હતા. હવે ખ્રિસ્તીઓએ ઈશ્વરને બલિદાનના પ્રકાર તરીકે પોતાનું જીવન જીવવું જરૂરી છે. શારીરિક બલિદાનની હવે જરૂર નથી. (જુઓ: rc://*/tw/dict/bible/kt/lawofmoses)

આ અધ્યાયમાંના અગત્યના શબ્દાલંકાર

ખ્રિસ્તનું શરીર

ખ્રિસ્તનું શરીર મંડળીનો ઉલ્લેખ કરવા માટે શાસ્ત્રમાં ઉપયોગમાં લેવાયેલ એક મહત્વપૂર્ણ રૂપક અથવા છબી છે. દરેક મંડળીના સભ્ય એક અનન્ય અને મહત્વપૂર્ણ કાર્ય કરે છે. ખ્રિસ્તીઓને એકબીજાની જરૂર છે. (જુઓ: [[rc:///tw/dict/bible/kt/body]] અને [[rc:///ta/man/translate/figs-metaphor]])