gu_tn/rom/11/intro.md

3.3 KiB

રોમનો 11 સામાન્ય નોંધો

માળખું અને બંધારણ

કેટલાક અનુવાદો કવિતાઓની દરેક પંક્તિને બાકીના લખાણ કરતાં દૂર જમણી બાજુ સુયોજિત કરે છે જેથી તેને વાંચવું વધુ સરળ બને. યુએલટી આ પ્રમાણે 9-10, 26-27 અને 34-35 કલમો સાથે કરે છે, જે જૂના કરારના શબ્દો છે.

આ અધ્યાયમાંના વિશિષ્ટ ખ્યાલો

કલમ કરવી

પાઉલ ""કલમ કરવાની છબી"" નો ઉપયોગ ઈશ્વરની યોજનાઓમાં વિદેશીઓ અને યહૂદીઓના સ્થાનનો ઉલ્લેખ કરવા માટે કરે છે. એક છોડને કાયમી ધોરણે બીજા છોડનો ભાગ બનાવવો એટલે ""કલમ કરવી."" પાઉલે જંગલી શાખા તરીકે વિદેશીઓનો ઈશ્વરની બચાવ યોજનાઓમાં કલમ કરતાં ઈશ્વરના ચિત્રનો ઉપયોગ કર્યો છે. પરંતુ ઈશ્વર યહૂદીઓને ભૂલી ગયા નથી, જેમને કુદરતી છોડ તરીકે બોલાવવામાં આવ્યા છે. ઈસુમાં વિશ્વાસ રાખનારા યહૂદીઓને પણ ઈશ્વર બચાવશે.

આ અધ્યાયમાં અનુવાદ અંગેની અન્ય સંભવિત મુશ્કેલીઓ

""શું ઈશ્વરે તેમના લોકોને નકારી કાઢયા છે? તે ક્યારેય ન થાઓ""

ઇઝરાએલ (ઇબ્રાહિમના શારીરિક વંશજો, ઈસહાક અને યાકૂબ) ઈશ્વરની યોજનાઓમાં ઇઝરાએલનું ભવિષ્ય છે કે નહિ, અથવા જો તેઓને મંડળી દ્વારા ઈશ્વરની યોજનાઓમાં બદલવામાં આવ્યા છે, તો તે અધ્યાય 9-11 માંનો એક મોટો ધર્મશાસ્ત્રનો મુદ્દો છે. આ શબ્દસમૂહ રોમનના આ વિભાગનો મહત્વપૂર્ણ ભાગ છે. એવું લાગે છે કે ઇઝરાએલ મંડળીથી અલગ રહે છે. આ નિષ્કર્ષ પર સર્વ વિદ્વાનો પહોંચતા નથી. તેઓએ હાલમાં ઈસુને તેમના મસીહા તરીકે નકારી કાઢયા હોવા છતાં, ઇઝરાએલે ઈશ્વરની કૃપા અને દયાને ખતમ કરી નથી. (જુઓ: [[rc:///tw/dict/bible/kt/christ]] અને [[rc:///tw/dict/bible/kt/grace]] અને rc://*/tw/dict/bible/kt/mercy)