gu_tn/rom/08/intro.md

6.0 KiB

રોમનો 08 સામાન્ય નોંધો

માળખું અને બંધારણ

આ અધ્યાયની પહેલી કલમ સંક્રામક વાક્ય છે. પાઉલ 7 માં અધ્યાયનું તેમનું શિક્ષણ પૂર્ણ કરે છે અને અધ્યાય 8 ના શબ્દો તરફ દોરી જાય છે.

કેટલાક અનુવાદ એ કવિતાઓની દરેક પંક્તિને બાકીના લખાણની સરખામણીએ તેને વધુ જમણી બાજુએ સુયોજિત કરે છે છે જેથી તેને વાંચવું સરળ બને. યુએલટી આ પ્રમાણે કલમ 36 સાથે કરે છે. પાઉલ જૂના કરારના આ શબ્દો ટાંકે છે.

આ અધ્યાયમાંના વિશિષ્ટ ખ્યાલો

આત્માનું નિવાસસ્થાન

પવિત્રઆત્મા કોઈ વ્યક્તિની અંદર અથવા તેના હૃદયની અંદર રહે છે તેવું કહેવામાં આવે છે. જો આત્મા હાજર હોય, તો એ સૂચવે છે કે વ્યક્તિ તારણ પામેલ છે. (જુઓ: rc://*/tw/dict/bible/kt/save)

""આ ઈશ્વરના પુત્રો છે""

ઈસુ એક અનોખી રીતે ઈશ્વરના પુત્ર છે. ઈશ્વર પણ ખ્રિસ્તીઓને તેમના સંતાનો બનાવવા ગ્રહણ કરે છે. (જુઓ: [[rc:///tw/dict/bible/kt/sonofgod]] અને [[rc:///tw/dict/bible/kt/adoption]])

પૂર્વનિર્ધારણ

ઘણા વિદ્વાનો માને છે કે આ અધ્યાયમાં પાઉલ ""પૂર્વનિર્ધારણ"" તરીકે ઓળખાતા વિષય પર શીખવે છે. આ ""પૂર્વનિર્ધારિત"" ના બાઈબલના ખ્યાલ સાથે સંબંધિત છે. કેટલાક આ સૂચવે છે કે ઈશ્વરે, જગતનાં પાયા નાખ્યા અગાઉ, કેટલાંકને અનંતકાળ માટે બચાવવા માટે પસંદ કર્યા છે. આ વિષય પર બાઈબલ જે શીખવે છે તેના વિશે ખ્રિસ્તીઓના જુદા જુદા મતો છે. તેથી અનુવાદકોએ આ અધ્યાયનું અનુવાદ કરતી વખતે વિશેષ કાળજી લેવાની જરૂર છે, ખાસ કરીને કારણભૂત તત્વોના ઉલ્લેખમાં. (જુઓ: [[rc:///tw/dict/bible/kt/predestine]] અને [[rc:///tw/dict/bible/kt/save]])

આ અધ્યાયમાંના અગત્યના શબ્દાલંકાર

રૂપક

પાઉલ તેમના શિક્ષણને વિસ્તૃત રૂપકના રૂપમાં 38 અને 39 ની કલમોમાં કાવ્યાત્મક રીતે રજૂ કરે છે. તે સમજાવે છે કે ઈશ્વરનો પ્રેમ જે ઈસુમાં છે તેનાથી વ્યક્તિને કશું જ અલગ કરી શકતું નથી. (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)

આ અધ્યાયમાં અનુવાદની અન્ય સંભવિત મુશ્કેલીઓ

નિંદા નહિ

સૈદ્ધાંતિક મૂંઝવણ ટાળવા માટે આ શબ્દસમૂહનો કાળજીપૂર્વક અનુવાદ કરવો આવશ્યક છે. લોકો હજી પણ તેમના પાપ માટે દોષી છે. ઈસુમાં વિશ્વાસ કર્યા પછી પણ ઈશ્વર પાપમય રીતે વર્તવાનું નામંજૂર કરે છે. ઈશ્વર હજી પણ વિશ્વાસીઓના પાપોની શિક્ષા કરે છે, પરંતુ ઈસુએ તેમના પાપની શિક્ષા ચૂકવી છે. પાઉલ અહીં આ જ વ્યક્ત કરે છે. ""નિંદા"" શબ્દના અનેક શક્ય અર્થો આ પ્રમાણે છે છે. અહીં પાઉલ ભાર મૂકે છે કે જે લોકો ઈસુમાં વિશ્વાસ કરે છે તેઓને હવે ""નર્કના દોષી” કરીને તેમના પાપની અનંતકાળની શિક્ષા આપવામાં આવશે નહિ. (જુઓ: [[rc:///tw/dict/bible/kt/guilt]] અને [[rc:///tw/dict/bible/kt/faith]] અને rc://*/tw/dict/bible/kt/condemn)

દેહ

આ એક જટિલ સમસ્યા છે. ""દેહ"" સંભવત આપણા પાપી સ્વભાવ માટેનું એક રૂપક છે. પાઉલ એવું શીખવતો નથી કે આપણા દૈહિક શરીરો પાપી છે. પાઉલ એવું શીખવતા દેખાય છે કે જ્યાં સુધી ખ્રિસ્તીઓ જીવંત છે (""દેહમાં""), ત્યાં સુધી આપણે પાપ કરવાનું ચાલુ રાખીશું. પરંતુ આપણો નવો સ્વભાવ આપણા જૂના સ્વભાવ સામે લડશે. (જુઓ: rc://*/tw/dict/bible/kt/flesh)