gu_tn/rom/07/intro.md

2.5 KiB

રોમન 07 સામાન્ય નોંધો

માળખું અને બંધારણ

“અથવા શું તમને ખબર નથી”

પાછલા શિક્ષણ સાથે જે અનુસરે છે તેની સાથે જોડતા, પાઉલ આ શબ્દસમૂહનો ઉપયોગ નવા વિષય પર ચર્ચા કરવા માટે કરે છે.

આ અધ્યાયમાંના વિશિષ્ટ ખ્યાલો

""અમને નિયમમાંથી મુક્ત કરવામાં આવ્યા છે""

પાઉલ સમજાવે છે કે મૂસાનો નિયમ હવે અસરમાં નથી. જ્યારે આ સાચું છે, ત્યારે નિયમ પાછળના અનંત સિદ્ધાંતો ઈશ્વરના ચરિત્રને પ્રતિબિંબિત કરે છે.(જુઓ: rc://*/tw/dict/bible/kt/lawofmoses)

આ અધ્યાયમાંના અગત્યના શબ્દાલંકાર

લગ્ન

શાસ્ત્ર સામાન્ય રીતે લગ્નને રૂપક તરીકે વાપરે છે. અહીં પાઉલ તેનો ઉપયોગ મંડળી કેવી રીતે મૂસાના નિયમ સાથે અને હવે ખ્રિસ્ત સાથે સંબંધિત છે તે વર્ણવવા માટે કરે છે. (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)

આ અધ્યાયમાં અનુવાદ અંગેની અન્ય સંભવિત મુશ્કેલીઓ

દેહ

આ એક જટિલ મુદ્દો છે.""દેહ"" સંભવત આપણા પાપી સ્વભાવ માટેનું એક રૂપક છે. પાઉલ એવું શીખવતો નથી કે આપણા શારીરિક શરીર પાપી છે. પાઉલ એવું શીખવતા દેખાય છે કે જ્યાં સુધી ખ્રિસ્તીઓ જીવંત છે (""દેહમાં""), આપણે પાપ કરવાનું ચાલુ રાખીશું. પરંતુ આપણો નવો સ્વભાવ આપણા જૂના સ્વભાવ વિરુદ્ધ લડતો રહેશે. (જુઓ: [[rc:///tw/dict/bible/kt/flesh]] અને [[rc:///tw/dict/bible/kt/sin]])