gu_tn/rom/06/intro.md

4.3 KiB

રોમન 06 સામાન્ય નોંધો

માળખું અને બંધારણ

પાઉલ આ અધ્યાયની શરૂઆત જે તેણે અધ્યાય 5 માં શીખવ્યું છે તેનો અનુમાનિત વાંધો કોઈ કેવી રીતે ઉઠાવી શકે છે તેના જવાબો આપવા દ્વારા કરે છે. (જુઓ: rc://*/ta/man/translate/figs-hypo)

આ અધ્યાયમાંના વિશિષ્ટ ખ્યાલો

નિયમ વિરુદ્ધ

આ અધ્યાયમાં, પાઉલ તે શિક્ષણને નકારી કાઢે છે કે ખ્રિસ્તીઓ તેઓનું તારણ થયા પછી તેઓ જેવી રીતે ચાહે તે રીતે જીવી શકે છે. વિદ્વાનો તેને “નિયમનો નકાર કરવો” અથવા “નિયમ વિરુદ્ધ” હોવું એમ કહે છે. ઈશ્વરીય જીવન જીવવાની પ્રેરણા આપવા, પાઉલ ખ્રિસ્તીઓ માટે ઈસુએ જે મહાન કિંમત ચૂકવી છે તેને યાદ કરે છે. (જુઓ: [[rc:///tw/dict/bible/kt/save]] અને [[rc:///tw/dict/bible/kt/godly]])

પાપના દાસો

ઈસુમાં વિશ્વાસ કરતાં પહેલા, પાપ લોકોને દાસ બનાવે છે. ઈશ્વર ખ્રિસ્તીઓને પાપની સેવા કરવામાંથી મુક્ત કરે છે. તેઓ તેમના જીવનોમાં ખ્રિસ્તની સેવા કરવાનું પસંદ કરવા સક્ષમ બને છે. પાઉલ સમજાવે છે કે જ્યારે ખ્રિસ્તીઓ પાપ પસંદ કરે છે, ત્યારે તેઓ સ્વેછાએ પાપ કરવાનું પસંદ કરે છે. (જુઓ: [[rc:///tw/dict/bible/kt/faith]] અને [[rc:///tw/dict/bible/kt/sin]])

ફળ

આ અધ્યાય ફળની છબીનો ઉપયોગ કરે છે. ફળની છબી સામાન્ય રીતે વ્યક્તિનાં વિશ્વાસ દ્વારા તેમના જીવનમાં જે સારા કાર્યો ઉત્પન્ન થાય છે તેનો ઉલ્લેખ કરે છે. (જુઓ: [[rc:///tw/dict/bible/other/fruit]] અને [[rc:///tw/dict/bible/kt/righteous]])

આ અધ્યાયમાંના અગત્યના શબ્દાલંકાર

અલંકારિક પ્રશ્નો

પાઉલ આ અધ્યાયમાં અલંકારિક પ્રશ્નોનો ઉપયોગ કરે છે. જોવામાં આવે છે કે આ અલંકારિક પ્રશ્નોનો ઉદ્દેશ વાચકો તેમના પાપને જુએ જેથી તેઓ ઈસુમાં વિશ્વાસ કરી શકે તે છે. (જુઓ: [[rc:///ta/man/translate/figs-rquestion]] અને [[rc:///tw/dict/bible/kt/guilt]] અને rc://*/tw/dict/bible/kt/sin)

આ અધ્યાયમાં અનુવાદ અંગેની અન્ય સંભવિત મુશ્કેલીઓ

મૃત્યુ

પાઉલ આ અધ્યાયમાં “મૃત્યુ” નો ઘણી વિવિધ રીતે ઉપયોગ કરે છે: શારીરિક મૃત્યુ, આત્મિક મૃત્યુ, મનુષ્યનાં હ્રદયમાં પાપનું શાસન કરવું, અને કંઈકનો અંત કરવો. તે ખ્રિસ્ત દ્વારા પૂરા પાડવામાં આવેલ નવા જીવન સાથે પાપ તથા મૃત્યુ અને ખ્રિસ્તીઓનાં તારણ પામ્યા પછી જીવવાની નવી રીતનો તફાવત કરે છે. (જુઓ: rc://*/tw/dict/bible/other/death)