gu_tn/rom/06/19.md

2.6 KiB

I speak like a man

પાઉલે અપેક્ષા રાખી હશે કે તેના વાચકો આશ્ચર્ય પામશે કે કેમ તે દાસત્વ અને સ્વતંત્રતાની વાત કરે છે. અહીં તે કહી રહ્યો છે કે તે તેમના રોજિંદા અનુભવોના વિચારોમાંથી તેમને સમજવામાં મદદ કરે છે કે લોકો પાપ દ્વારા અથવા તો ન્યાયીપણા દ્વારા નિયંત્રણમાં હોય છે. વૈકલ્પિક અનુવાદ: “હું આ વિશે માનવ દ્રષ્ટિથી બોલું છું” અથવા “હું રોજિંદા જીવનનાં ઉદાહરણોનો ઉપયોગ કરું છું”

because of the weakness of your flesh

પાઉલ ઘણીવાર “આત્મા” નાં વિરુદ્ધાર્થી શબ્દ તરીકે “દેહ” નો ઉપયોગ કરે છે. વૈકલ્પિક અનુવાદ: “કારણ કે તમે સંપૂર્ણ રીતે આત્મિક બાબતોને સમજતા નથી” (જુઓ: rc://*/ta/man/translate/figs-metonymy)

presented the parts of your body as slaves to uncleanness and to evil

અહીં, “શરીરના ભાગો” સંપૂર્ણ વ્યક્તિનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક અનુવાદ: “પોતાની જાતને દરેક બાબત જે દુષ્ટ છે અને ઈશ્વરને પ્રસન્ન કરતી નથી તેના દાસ તરીકે અર્પણ કરી” (જુઓ: rc://*/ta/man/translate/figs-synecdoche)

present the parts of your body as slaves to righteousness for sanctification

અહીં “શરીરના ભાગો” સંપૂર્ણ વ્યક્તિનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક અનુવાદ: “પોતાની જાતને ઈશ્વરની સમક્ષ જે યોગ્ય છે તેના દાસ તરીકે અર્પણ કરો કે જેથી તે તમને અલગ કરે અને તેમની સેવા કરવાનું સામર્થ્ય આપે” (જુઓ: rc://*/ta/man/translate/figs-synecdoche)