gu_tn/rom/03/intro.md

2.8 KiB

રોમન 03 સામાન્ય નોંધો

માળખું અને બંધારણ

કેટલાક અનુવાદો કવિતાઓની દરેક પંક્તિને બાકીના લખાણ કરતાં વધુ જમણી બાજુ સુયોજિત કરે છે જેથી તેને વાંચવું સરળ બને છે. યુએલટી આ અધ્યાયમાં આ પ્રમાણે 4 અને 10-18 કલમોમાં કરે છે, જે શબ્દો જૂના કરારમાંથી છે.

આ અધ્યાયમાંના વિશિષ્ટ ખ્યાલો

અધ્યાય 3, “એક વિદેશી કરતાં એક યહૂદી હોવાનો શો ફાયદો છે?” તે પ્રશ્નના જવાબો આપે છે. (જુઓ: [[rc:///tw/dict/bible/kt/lawofmoses]] અને [[rc:///tw/dict/bible/kt/save]])

“કેમ કે સર્વએ પાપ કર્યું છે અને ઈશ્વરના મહિમા વિશે અધૂરા છે”

કારણ કે ઈશ્વર પવિત્ર છે, કોઈપણ વ્યક્તિ તેમની સાથે સ્વર્ગમાં સંપૂર્ણ હોવી જોઈએ. કોઈપણ પાપ તે વ્યક્તિની નિંદા કરશે. (જુઓ: [[rc:///tw/dict/bible/kt/heaven]] અને [[rc:///tw/dict/bible/kt/condemn]])

મૂસાના નિયમનો હેતુ

નિયમનું પાલન વ્યક્તિને ઈશ્વર સાથે યોગ્ય બનાવી શકતું નથી. ઈશ્વરના નિયમનું પાલન કરવાથી વ્યક્તિ બતાવે છે કે તેઓ ઈશ્વરમાં વિશ્વાસ કરે છે. લોકો હંમેશા માત્ર વિશ્વાસ દ્વારા જ ન્યાયી ઠર્યા છે. (જુઓ: [[rc:///tw/dict/bible/kt/justice]] અને [[rc:///tw/dict/bible/kt/faith]])

આ અધ્યાયમાંના અગત્યના શબ્દાલંકાર

અલંકારિક પ્રશ્નો

પાઉલ વારંવાર આ અધ્યાયમાં અલંકારિક પ્રશ્નોનો ઉપયોગ કરે છે. દ્રશ્યમાન છે કે, આ અલંકારિક પ્રશ્નોનો ઉદ્દેશ છે કે વાચક તેમના પાપને જુએ જેથી તેઓ ઈસુમાં ભરોસો કરે. (જુઓ: [[rc:///ta/man/translate/figs-rquestion]] અને [[rc:///tw/dict/bible/kt/guilt]])