gu_tn/rom/02/intro.md

4.8 KiB

રોમન 02 સામાન્ય નોંધો

માળખું અને બંધારણ

આ અધ્યાય તેના રોમન ખ્રિસ્તી શ્રોતાઓથી હટાવીને તેઓ તરફ લઈ જાય છે જેઓ અન્ય લોકોનો “ન્યાય” કરે છે અને ઈસુમાં વિશ્વાસ કરતાં નથી. (જુઓ: [[rc:///tw/dict/bible/kt/judge]] અને [[rc:///tw/dict/bible/kt/believe]])

“તેથી તમે બહાના વિનાનાં છો”

આ શબ્દસમૂહ પાછલા 1 અધ્યાય તરફ જુએ છે. કેટલીક રીતે, તે અધ્યાય 1 જે ખરેખર શીખવે છે તેનાથી સમાપ્ત કરે છે. આ શબ્દસમૂહ સમજાવે છે કે કેમ આ જગતમાંના દરેકે સાચા ઈશ્વરની સ્તુતિ કરવી જોઈએ.

આ અધ્યાયના વિશિષ્ટ ખ્યાલો

“નિયમ પાળનારાઓ”

જેઓ નિયમનું પાલન કરવાનો પ્રયત્ન કરે છે તેઓ તેનું પાલન કરવાના પ્રયત્નને કારણે ન્યાયી ઠરાવવામાં આવશે નહિ. જેઓ ઈસુમાં વિશ્વાસ કરવા દ્વારા ન્યાયી ઠરાવવામાં આવ્યા છે તેઓ બતાવે છે કે ઈશ્વરની આજ્ઞા પાળવા દ્વારા તેમનો વિશ્વાસ ખરો છે. (જુઓ: [[rc:///tw/dict/bible/kt/justice]] અને [[rc:///tw/dict/bible/kt/lawofmoses]])

આ અધ્યાયમાંના અગત્યના શબ્દાલંકાર

અલંકારિક પ્રશ્નો

પાઉલ આ અધ્યાયમાં ઘણા અલંકારિક પ્રશ્નોનો ઉપયોગ કરે છે. તે દ્રશ્યમાન થાય છે કે અલંકારિક પ્રશ્નોનો ઉદ્દેશ છે કે વાચકો તેમના પાપ જુએ જેથી તેઓ ઈસુમાં વિશ્વાસ કરે. (જુઓ: [[rc:///ta/man/translate/figs-rquestion]], [[rc:///tw/dict/bible/kt/guilt]] અને [[rc:///tw/dict/bible/kt/sin]] અને [[rc:///tw/dict/bible/kt/faith]])

આનુમાનિક પરિસ્થિતી

સંદર્ભમાં, કલમ 7 માં “તે અનંત જીવન આપશે” તે એક આનુમાનિક નિવેદન છે. જો એક વ્યક્તિ સંપૂર્ણ જીવન જીવે, તો તે અનંત જીવનનો બદલો પામે છે. પરંતુ માત્ર ઈસુ જ સંપૂર્ણ જીવન જીવવા માટે સક્ષમ હતા.

પાઉલ 17-29 કલમોમાં અન્ય આનુમાનિક પરિસ્થિતી આપે છે. અહીં તે સમજાવે છે કે જેઓ ગંભીરતાપૂર્વક મૂસાના નિયમનું પાલન કરવાનો પ્રયત્ન કરે છે તેઓ પણ નિયમનું ઉલ્લંઘન કરવા બદલ દોષી છે. અંગ્રેજીમાં, આ તેઓને માટે છે કે જેઓ નિયમના “અક્ષર” નું પાલન કરે છે પરંતુ “આત્મા” અથવા નિયમના સામાન્ય સિદ્ધાંતોનું પાલન કરતાં નથી. (જુઓ: rc://*/ta/man/translate/figs-hypo)

આ અધ્યાયમાં અનુવાદ અંગેની અન્ય સંભવિત મુશ્કેલીઓ

“તમે જેઓ ન્યાય કરનારા”

એક સમયે, આ સરળ રીતે અનુવાદ થઈ શકે છે. પરંતુ તેનું અનુવાદ સરખામણીની દ્રષ્ટિએ પ્રતિકૂળ રીતે કરવામાં આવ્યું છે કારણ કે જ્યારે પાઉલ “લોકો જે ન્યાય કરે છે” નો ઉલ્લેખ કરે છે ત્યારે તે એ પણ કહે છે કે દરેક ન્યાય કરે છે. આનું આ અનુવાદ શક્ય છે કે “જેઓ ન્યાય કરે છે (અને દરેક ન્યાય કરે છે).”