gu_tn/rev/21/intro.md

2.3 KiB

પ્રકટીકરણ 21 સામાન્ય નોંધો

માળખુ અને બંધારણ

આ અધ્યાય નવા યરૂશાલેમનું વિગતવાર ચિત્ર આપે છે.

આ અધ્યાયમાંના વિશિષ્ટ ખ્યાલો

બીજું મરણ

મૃત્યુ એ એક પ્રકારનો વિયોગ/અલગતા છે. શારિરીક રીતે મરણ પામવું એ પ્રથમ મૃત્યુ છે, તે સમયે આત્મા શરીરથી જુદો પડે છે. બીજું મરણ એ ઈશ્વરથી અનંતકાળ માટે જુદા પડવું એ છે. (જુઓ: [[rc:///tw/dict/bible/other/death]] અને [[rc:///tw/dict/bible/kt/soul]] અને rc://*/tw/dict/bible/kt/eternity)

આ અધ્યાયમાંના અગત્યના શબ્દાલંકાર

જીવનનું પુસ્તક

આ અનંત જીવન માટેનું રૂપક છે. જેઓ અનંત જીવન પામ્યા છે તેઓના નામ આ જીવનના પુસ્તકમાં લખેલા છે તેમ કહેવાય છે. (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)

આ અધ્યાયમાં અનુવાદ અંગેની અન્ય સંભવિત મુશ્કેલીઓ

નવું આકાશ અને નવી પૃથ્વી

તે અસ્પષ્ટ છે કે તે સંપૂર્ણ નવું આકાશ અને પૃથ્વી છે કે તે હાલના આકાશ અને પૃથ્વીમાંથી ફરીથી બનાવવામાં આવ્યું છે. નવા યરૂશાલેમ માટે પણ આવું જ છે. તે શક્ય છે કે કેટલીક ભાષાઓમાં આનાથી અનુવાદને અસર થશે. મૂળ ભાષામાં ""નવું"" શબ્દનો અર્થ ભિન્ન/અલગ અને જૂના કરતાં વધુ સારું થાય છે. તેનો અર્થ સમય પ્રમાણે નવું થતો નથી.