gu_tn/rev/15/intro.md

2.5 KiB

પ્રકટીકરણ 15 સામાન્ય નોંધો

માળખુ અને બંધારણ

આ અધ્યાયમાં, યોહાન આકાશમાં બનેલી ઘટનાઓ અને ચિત્રોનું વર્ણન કરે છે.

કેટલાક અનુવાદો કવિતાઓની દરેક પંક્તિને બાકીના લખાણ કરતાં જમણી બાજુ સુયોજિત કરે છે જેથી તેને સરળતાથી વાંચી શકાય. યુએલટી ૩-4 કલમો સાથે આમ કહે છે.

આ અધ્યાયમાંના વિશિષ્ટ ખ્યાલો

""શ્વાપદ ઉપર વિજયી""

આ લોકો આધ્યાત્મિક રીતે વિજયી છે. આમ તો મોટાભાગે આત્મિક યુદ્ધ જોઈ શકાતા નથી, પણ પ્રકટીકરણનું પુસ્તક આત્મિક યુદ્ધને ખુલ્લેઆમ થતું દર્શાવે છે. (જુઓ: [[rc:///tw/dict/bible/kt/spirit]] અને [[rc:///ta/man/translate/writing-apocalypticwriting]])

""સાક્ષ્ય મંડપ ધરાવતું મંદિર આકાશમાં ખુલ્લું હતું""

પૃથ્વી પરનું મંદિર ઈશ્વરનું સંપૂર્ણ નિવાસસ્થાન જે આકાશમાં છે તેની નકલ છે તે વિશે શાસ્ત્રવચનમાં અન્ય જગ્યાએ સૂચિત કરેલ છે. અહીં યોહાન ઈશ્વરના સ્વર્ગીય નિવાસસ્થાન અથવા મંદિરનો ઉલ્લેખ કરે છે. (જુઓ: [[rc:///tw/dict/bible/kt/heaven]] અને [[rc:///ta/man/translate/writing-apocalypticwriting]])

ગીતો

પ્રકટીકરણનું પુસ્તક ઘણીવાર આકાશને એવા સ્થાન તરીકે વર્ણવે છે જ્યાં લોકો ગાયન કરતાં હોય છે. તેઓ ગીતોથી ઈશ્વરની આરાધના કરે છે. આ સ્પષ્ટ કરે છે કે સ્વર્ગ એવું સ્થાન છે જ્યાં નિરંતર ઈશ્વરની આરાધના કરવામાં આવે છે.