gu_tn/rev/09/intro.md

4.8 KiB

પ્રકટીકરણ 09 સામાન્ય નોંધો

માળખુ અને બંધારણ

આ અધ્યાયમાં, જ્યારે દૂતોએ સાત રણશિંગડાઓ વગાડ્યા ત્યારે શું થયું તેનું વર્ણન યોહાન ચાલુ રાખે છે. (જુઓ: rc://*/ta/man/translate/writing-apocalypticwriting)

અફસોસ

યોહાન પ્રકટીકરણના પુસ્તકમાં ઘણા ""અફસોસ"" નું વર્ણન કરે છે. 8મા અધ્યાયના અંતમા જાહેર કરેલ ત્રણ “અફસોસ”નું વર્ણન કરવાની શરૂઆત આ અધ્યાયમાં થાય છે.

આ અધ્યાયમાંના વિશિષ્ટ ખ્યાલો

પશુની છબી

આ અધ્યાય ઘણા પ્રાણીઓનો સમાવેશ કરે છે: તીડો, વીંછીઓ, ઘોડાઓ, સિંહો અને સાપો. પ્રાણીઓ વિવિધ ગુણો અથવા લક્ષણો અભિવ્યક્ત કરે છે. ઉદાહરણ તરીકે, સિંહ શક્તિશાળી અને ખતરનાક છે. જો શક્ય હોય તો અનુવાદકોએ તેમના અનુવાદમાં સમાન પ્રાણીઓનો જ ઉલ્લેખ કરવો જોઈએ. જો પ્રાણી અજાણ્યું છે, તો સમાન ગુણો અથવા લક્ષણો ધરાવતા પ્રાણીનો ઉપયોગ કરવો જોઈએ.

તળિયા વગરનો ખાડો

પ્રકટીકરણના પુસ્તકમાં આ છબી ઘણી વાર જોવા મળે છે. તે તો નર્કનું ચિત્ર છે જેમાંથી છટકી શકાય નહિ અને સ્વર્ગની વિરુદ્ધ દિશાનું છે. (જુઓ: rc://*/tw/dict/bible/kt/hell)

અબદ્દોન અને અપોલ્યોન

""અબેદ્દોન"" એ હિબ્રૂ શબ્દ છે. ""અપોલ્યોન"" એ ગ્રીક શબ્દ છે. બંને શબ્દોનો અર્થ ""સંહારક"" થાય છે. યોહાન હિબ્રૂ શબ્દોના ઉચ્ચારોનો ઉપયોગ કરીને તેને ગ્રીક મૂળાક્ષરો સાથે લખ્યા(ગ્રીક ભાષામાં લખ્યા) છે. યુએલટી અને યુએસટી, બંને ભાષાના શબ્દોના ઉચ્ચારોને અંગ્રેજી(મૂળાક્ષરો સાથે) ભાષામાં લખે છે. અનુવાદકોને ઉત્તેજન આપવામાં આવે છે કે જે ભાષામાં અનુવાદ કરવાનું હોય તે ભાષાના શબ્દોનો ઉપયોગ કરીને તેનું લિવ્યાંતર-સ્થાનાતંર કરવું. મૂળ ગ્રીક વાચકો ""એપોલ્યોન"" નો અર્થ ""સંહારક"" સમજતા હતા. તેથી અનુવાદકે લખાણમાં તેનો અર્થ સમજાવવો અથવા તેને પાનની નીચેની નોંધમાં લખવો. (જુઓ: rc://*/ta/man/translate/translate-transliterate)

પસ્તાવો

ભારે નિશાનીઓ આપવા છતાં, પસ્તાવો ન કરનાર લોક તરીકે તેમનું વર્ણન કરવામાં આવ્યું છે અને તેથી તેમના પાપમાં રહે છે. પસ્તાવો કરવાનો ઇનકાર કરનારા લોકોનો ઉલ્લેખ અધ્યાય 16 માં પણ કરવામાં આવ્યો છે. (જુઓ: [[rc:///tw/dict/bible/kt/repent]] અને [[rc:///tw/dict/bible/kt/sin]])

આ અધ્યાયમાંના મહત્વના શબ્દાલંકાર

સામ્યતા

યોહાન આ અધ્યાયમાં ઘણી સામ્યતાનો ઉપયોગ કરે છે. તેણે સંદર્શનમાં જે છબીઓ જોઇ હતી તેનું વર્ણન કરવામાં આ બાબતો સહાયરૂપ થાય છે. (જુઓ: rc://*/ta/man/translate/figs-simile)