gu_tn/rev/06/intro.md

2.8 KiB

પ્રકટીકરણ 06 સામાન્ય નોંધો

માળખુ અને બંધારણ

લેખક જણાવે છે કે હલવાને પ્રથમ છ ઓળિયાની મુદ્રાઓ ખોલી ત્યાર પછી શું થયું. 8માં અધ્યાય સુધી હલવાન સાતમું ઓળિયું ખોલતા નથી.

આ અધ્યાયમાંના વિશિષ્ટ ખ્યાલો

સાત મુદ્રાઓ

યોહાનના સમયમાં રાજાઓ અને મહત્વપૂર્ણ લોકો અગત્યના દસ્તાવેજો ને કાગળ અથવા પ્રાણીની ચામડીના મોટા ટુકડા પર લખતા હતા. ત્યારબાદ તેઓ તેને વાળીને મીણથી મુદ્રિત કરતા જેથી તેઓ તેમાં બંધ રહે. જેને સંબોધીને આ દસ્તાવેજ લખવામાં આવ્યો હોય, ફક્ત તે જ વ્યક્તિને મુદ્રા તોડીને તેને ખોલવાનો અધિકાર હતો. આ અધ્યાયમાં હલવાન મુદ્રાને તોડે છે(જુઓ: rc://*/ta/man/translate/writing-apocalypticwriting)

ચાર ઘોડેસવારો

જ્યારે હલવાન પ્રથમ ચાર ઓળિયાની મુદ્રાઓ ખોલે છે, લેખક વર્ણવે છે કે ઘોડેસવારો જુદા જુદા રંગનાં ઘોડાઓ પર સવારી કરે છે. ઘોડાઓના રંગ ચિહ્નિત કરે છે કે ઘોડેસવાર પૃથ્વી પર કેવી અસર પહોંચાડશે.

આ અધ્યાયમાંના મહત્વના શબ્દાલંકાર

હલવાન

આ ઈસુનો ઉલ્લેખ કરે છે. આ અધ્યાયમાં, આ પણ ઈસુ માટેનું શીર્ષક છે. (જુઓ: [[rc:///tw/dict/bible/kt/lamb]] અને [[rc:///ta/man/translate/figs-explicit]])

સામ્યતાઓ

12-14 કલમોમાં, લેખક ઘણી સામ્યતાઓનો ઉપયોગ કરીને તેણે સંદર્શન જે છબીઓ જૉઈ તેનું વર્ણન કરવાનો પ્રયત્ન કરે છે. તે છબીઓની તુલના રોજીંદી વસ્તુઓ સાથે કરે છે. (જુઓ: rc://*/ta/man/translate/figs-simile)