gu_tn/rev/04/intro.md

4.3 KiB

પ્રકટીકરણ 04 સામાન્ય નોંધો

માળખુ અને બંધારણ

કેટલાક અનુવાદો કવિતાઓની દરેક પંક્તિને બાકીના લખાણ કરતાં જમણી બાજુએ સુયોજિત કરે છે જેથી તેને વાંચવામાં સરળતા રહે.યુએલટી 8 અને 11 ની કલમોમાં આવું કરે છે.

યોહાન મંડળીઓને પત્રનું વર્ણન કરવાનું પૂર્ણ કરે છે. હવે તે ઈશ્વરે તેને જે સંદર્શન બતાવ્યું તેનું વર્ણન કરવાની શરૂઆત કરે છે.

આ અધ્યાયમાંના વિશિષ્ટ ખ્યાલો

યાસપિસ, ગોમેદ અને નીલમણી

આ શબ્દો એવા વિશેષ પથ્થરોનો ઉલ્લેખ કરે છે જેને યોહાનના સમયના લોકો કિંમતી ગણતા હતા. તમારી સંસ્કૃતિના લોકો આવા ખાસ પ્રકારના પથ્થરોને મહત્વ આપતા ન હોય તો આ શબ્દોનું અનુવાદ કરવાનું તમારા માટે મુશ્કેલ હોઈ શકે છે.

ચોવીસ વડીલો

વડીલો મંડળીના આગેવાનો છે. વર્ષોથી ચાલી આવતી સમગ્ર મંડળીના પ્રતીક સ્વરૂપે ચોવીસ વડીલો હોઈ શકે છે. જૂના કરારમાં ઇઝરાએલમાં બાર કુળ હતા અને નવા કરારની મંડળીમાં બાર પ્રેરિતો હતા. (જુઓ: rc://*/ta/man/translate/writing-apocalypticwriting)

ઈશ્વરના સાત આત્માઓ

આ આત્માઓ પ્રકટીકરણ 1:4 ના સાત આત્મા છે.

ઈશ્વરને મહિમા આપવો

ઈશ્વરનો મહિમા એ અતિ સુંદર અને તેજસ્વી ગૌરવ છે જે ઈશ્વર પાસે છે કારણ કે તે ઈશ્વર છે. બાઈબલના અન્ય લેખકો તેનું વર્ણન કરતા કહે છે જાણે કે તે પ્રકાશ એટલો તેજસ્વી છે કે કોઈ તેની સામું જોઈ શકે નહિ. આ પ્રકારનો મહિમા ઈશ્વરને કોઈ આપી શકતું નથી કારણ કે તે પહેલેથી જ તેમનો છે. જ્યારે લોકો ઈશ્વરને મહિમા આપે છે અથવા જ્યારે ઈશ્વરને મહિમા મળે છે, ત્યારે લોકો કહે છે કે ઈશ્વરને મહિમા થાઓ જે તેમનો છે, તે મહિમા ઈશ્વરનો થાય તે યથાયોગ્ય છે, અને લોકોએ ઈશ્વરનું ભજન કરવું જોઈએ કારણ કે તે તેમનો મહિમા છે. (જુઓ: [[rc:///tw/dict/bible/kt/glory]] અને [[rc:///tw/dict/bible/kt/worthy]] અને rc://*/tw/dict/bible/kt/worship)

આ અધ્યાયમાં અનુવાદની અંગેની અન્ય સંભવિત મુશ્કેલીઓ

મુશ્કેલ છબીઓ

જેમ કે રાજ્યાસનમાંથી નીકળતી વીજળીઓ, દીવીઓ કે જે આત્માઓ છે, અને રાજ્યાસન સમક્ષનો સમુદ્રની કલ્પના કરવી મુશ્કેલ હોઈ શકે છે, અને તેથી તેમના માટેના શબ્દોનું અનુવાદ કરવું મુશ્કેલ હોઈ શકે છે. (જુઓ: rc://*/ta/man/translate/writing-apocalypticwriting)