gu_tn/php/03/02.md

2.5 KiB

Watch out for

સાવધાન રહો અથવા “સાવધ રહો”

the dogs ... those evil workers ... those who mutilate the flesh

જુઠ્ઠા શિક્ષકોના એક જ જૂથનું વર્ણન કરવાની આ ત્રણ જુદી જુદી રીતો છે. પાઉલ આ યહૂદી ખ્રિસ્તી શિક્ષકો વિશેની પોતાની ભાવના વ્યક્ત કરવા માટે તીવ્ર અભિવ્યક્તિઓનો ઉપયોગ કરી રહ્યો છે.

dogs

બિનયહૂદીઓનો ઉલ્લેખ કરવા માટે યહૂદીઓ દ્વારા ""કૂતરાઓ"" શબ્દનો ઉપયોગ કરવામાં આવતો હતો. બિનયહૂદીઓને અશુદ્ધ માનવામાં આવતા હતાં. જુઠ્ઠા શિક્ષકોનું અપમાન કરવા માટે પાઉલ તેઓ વિશે એ રીતે વાત કરે છે જાણે કે તેઓ કૂતરા હોય. જો તમારી સંસ્કૃતિમાં કોઈ અલગ પ્રાણી છે જેને અશુદ્ધ માનવામાં આવે છે અથવા જેના નામનો ઉપયોગ અપમાન કરવા માટે થાય છે, તો તમે કૂતરા શબ્દને સ્થાને તે પ્રાણીના નામનો ઉપયોગ કરી શકો છો. (જુઓ: [[rc:///ta/man/translate/figs-metaphor]] અને[[rc:///ta/man/translate/figs-irony]])

mutilate

જુઠ્ઠા શિક્ષકોનું અપમાન કરવા પાઉલ સુન્નતના કૃત્ય વિશે અતિશયોક્તિ દર્શાવી રહ્યો છે. જુઠ્ઠા શિક્ષકોએ કહ્યું કે ઈશ્વર ફક્ત સુન્નત કરાયેલ વ્યક્તિ કે જેની અગ્રચર્મ કપાયેલ છે તેને જ બચાવશે. મૂસાના નિયમ પ્રમાણે સર્વ ઈઝરાએલી પુરુષો માટે આ ક્રિયા કરવી જરૂરી હતી. (જુઓ: [[rc:///ta/man/translate/figs-hyperbole]] અને[[rc:///ta/man/translate/figs-metonymy]])