gu_tn/php/01/intro.md

1.7 KiB

ફિલિપ્પીઓ 01 સામાન્ય નોંધો

માળખું અને બંધારણ

આ પત્રની શરૂઆતમાં પાઉલ પ્રાર્થનાનો સમાવેશ કરે છે. તે સમયે, ધાર્મિક આગેવાનો ક્યારેક પ્રાર્થના સાથે અનૌપચારિક પત્રોની શરૂઆત કરતા હતા.

આ અધ્યાયમાંના વિશિષ્ટ ખ્યાલો

ખ્રિસ્તનો દિવસ

આ સંભવતઃ ખ્રિસ્તના બીજા આગમનના દિવસનો ઉલ્લેખ કરે છે. પાઉલે વારંવાર ખ્રિસ્તના બીજા આગમનને ઈશ્વરમય જીવન જીવવા માટેના પ્રોત્સાહન સાથે જોડ્યું છે. (જુઓ: rc://*/tw/dict/bible/kt/godly)

આ અધ્યાયમાં અનુવાદ અંગેની અન્ય સંભવિત મુશ્કેલીઓ

વિરોધાભાસ

એક વિરોધાભાસ સાચું નિવેદન છે જે કંઈક અશક્યનું વર્ણન કરવા માટે દર્શાવવામાં આવેલ છે. કલમ 21માં આ નિવેદન એક વિરોધાભાસ છે: “મરવું એ લાભ છે.” કલમ 23માં પાઉલ સમજાવે છે કે શા માટે આ સાચું છે.([ફિલિપ્પીઓ1:21] (../../php/01/21.md))