gu_tn/mrk/front/intro.md

15 KiB

માર્કની સુવાર્તાની પ્રસ્તાવના

ભાગ1: સામાન્ય પ્રસ્તાવના

માર્કનાપુસ્તકની રૂપરેખા

  1. પ્રસ્તાવના (1:1-13)
  2. ગાલીલમાં ઈસુનું સેવાકાર્ય
  • શરૂઆતની સેવા (1:14-3:6)
  • લોકોની મધ્યે ઈસુ ખૂબ લોકપ્રિયથાય છે (3:7-5:43)
  • ગાલીલમાંથી દૂર જવું અને પછીપાછા ફરવું (6:1-8.26)
  1. યરૂશાલેમ તરફ પ્રયાણ કરતા,વારંવાર ઈસુએ પોતાના મરણની આગાહી કરી; ત્યારે શિષ્યોને ગેરસમજ થઈ, અને તેમને અનુસરવું કેટલું મુશ્કેલ થશે તે ઈસુ તેઓને શીખવે છે (8:27-10:52)
  2. સેવાકાર્યના અંતિમ દિવસો અને યરૂશાલેમમાં અંતિમ સંઘર્ષ માટે તૈયારી(11:1-13:37)
  3. ખ્રિસ્તનું મરણ અને ખાલી કબર (14:1-16:8)

માર્કનું પુસ્તક શેના વિષે છે?

માર્કની લખેલી સુવાર્તા નવા કરારની ચાર સુવાર્તામાંનીએક છે જે ઈસુ ખ્રિસ્તના જીવન વિશે થોડુવર્ણન કરે છે.સુવાર્તાના લેખકોએ ઈસુ કોણ હતા અને તેમણે શું કર્યું તેના વિવિધ પાસાઓ વિષે લખ્યું છે. ઈસુએ વધસ્તંભ પર કેવી રીતે સહન કર્યું અને મરણ પામ્યા તે વિષે માર્કે ઘણું લખ્યું છે. તેના વાચકો જેઓને સતાવવામાં આવ્યા હતા તેઓને ઉત્તેજન મળે માટે તેણે આ કર્યું. માર્કે કેટલાક યહૂદી રિવાજો અને કેટલાક અરામિક શબ્દો સમજાવ્યા છે. આ દર્શાવે છે માર્ક એવી અપેક્ષા રાખતો હતો કે તેના મોટાભાગના વાચકો વિદેશીઓ હશે.

આ પુસ્તકના શીર્ષકનું અનુવાદ કેવી રીતે કરવું જોઈએ?

અનુવાદકો આ પુસ્તકને તેના પરંપરાગત શીર્ષક પ્રમાણે કહેવાનું પસંદ કરી શકે છે, ""માર્કની સુવાર્તા,"" અથવા ""માર્ક પ્રમાણેની સુવાર્તા."" તેઓ કદાચ એવું શીર્ષક પણ પસંદ કરી શકે જે વધુ સ્પષ્ટ હોય, જેમ કે, ""ઈસુ વિષેનો સારો સંદેશ જે માર્કે લખ્યો."" (જુઓ: rc://*/ta/man/translate/translate-names)

માર્કનુંપુસ્તક કોણેલખ્યું?

આ પુસ્તક લેખકનું નામ આપતું નથી. જો કે, શરૂઆતના ખ્રિસ્તી સમયથી, મોટા ભાગના ખ્રિસ્તીઓ વિચારતા હતા કે લેખક માર્ક હતો.માર્કએ યોહાન માર્ક તરીકે પણ ઓળખાતો હતો. તે પિતરનો ઘનિષ્ઠ મિત્ર હતો. માર્ક કદાચ ઈસુએ જે કહ્યું અને કર્યું તેનો સાક્ષી ન હોય. પરંતુ ઘણા વિદ્વાનો એવું માને છે કે પિતરે ઈસુના વિષે જે કહ્યું તે માર્કે તેની સુવાર્તામાં લખ્યું.

ભાગ 2: મહત્વના ધાર્મિક અને સાંસ્કૃતિક ખ્યાલો

ઈસુની શીખવવાની પધ્ધતિઓ કઈ હતી?

લોકો ઈસુને રાબ્બી ગણતાહતાં.રાબ્બી એ ઈશ્વરના નિયમના શિક્ષક છે.ઇઝરાએલમાં બીજા ધાર્મિક શિક્ષકો જે રીતે શીખવતા હતા તે જ રીતે ઈસુ શીખવતા હતા. તેઓજ્યાં ગયા ત્યાં તેમને અનુસરનાર વિદ્યાર્થીઓ હતા.આ વિદ્યાર્થીઓને શિષ્યો તરીકે ઓળખવામાં આવતા હતા. તેઓ ઘણીવાર દ્રષ્ટાંતો કહેતા હતા. દ્રષ્ટાંતો એ એવીવાર્તાઓ છે જે નૈતિક પાઠો શીખવે છે. (જુઓ: [[rc:///tw/dict/bible/kt/lawofmoses]] અને [[rc:///tw/dict/bible/kt/disciple]] અને rc://*/tw/dict/bible/kt/parable)

ભાગ 3: અનુવાદને લગતા મહત્વના મુદ્દાઓ

સામ્યતાયુક્ત સુવાર્તાઓ શું છે?

માથ્થી, માર્ક અને લૂકની સુવાર્તાઓસામ્યતાયુક્ત સુવાર્તાઓ કહેવાય છે કારણ કે તેઓમાં ઘણા ફકરાઓ એક સમાન છે. ""સીનોપ્ટીક""શબ્દનો અર્થ ""એકસાથે જોવું.""એમ થાય છે.

જ્યારે લખાણ સરખા હોય અથવા બે કે ત્રણ સુવાર્તાઓ વચ્ચે લગભગ સમાન હોય ત્યારે તેને ""સમાંતર""ગણવામાં આવે છે. જ્યારે સમાંતર ફકરાઓનું અનુવાદ કરવામાં આવે ત્યારે, અનુવાદકોએ સમાન શબ્દોનો ઉપયોગ કરવો જોઈએ અને જેટલું શક્ય બને એટલું સમાન બનાવવું જોઈએ.

શા માટે ઈસુ પોતાને ""માણસના દીકરા""તરીકે ઉલ્લેખે છે?

સુવાર્તાઓમાં, ઈસુ પોતાને ""માણસનો દીકરો""કહે છે. તે દાનિયેલનો સંદર્ભ આપે છે,દાનિયેલ 7:13-14. આ ફકરામાં એક વ્યક્તિનું ""માણસના દીકરા""તરીકે વર્ણન કરવામાં આવ્યું છે.જેનો અર્થ એમ થાયકે વ્યક્તિ એવું કોઈક છે જે માણસ જેવું લાગે છે.ઈશ્વરે માણસના દીકરાને સદાને માટે પ્રજાઓપર રાજ કરવાનો અધિકાર આપ્યો. અને સર્વ લોકો સદાને માટે તેમનું ભજન કરશે.

ઈસુના સમયના યહૂદીઓ ""માણસના દીકરા"" નો ઉપયોગ કોઈના શીર્ષક તરીકે કરતાં ન હતા.તેથી,ઈસુએ પોતાને માટે તેનો ઉપયોગ કર્યો કે જેથી તેઓ સમજી શકે કે ઇસુ ખરેખર કૉણ હતા. (જુઓ: rc://*/tw/dict/bible/kt/sonofman)

ઘણી ભાષાઓમા ""માણસનો દીકરો""શીર્ષકનું અનુવાદ કરવુંમુશ્કેલ બની શકે છે. શાબ્દિક અનુવાદવાચકોમાં ગેરસમજ પેદા કરી શકે છે.અનુવાદકો વિક્લ્પોનેધ્યાનમાં લઈ શકે છે, જેમ કે“માનવીય.""શીર્ષકને સમજાવવા પાનાની નીચે ટૂંકી નોંધનો સમાવેશ કરવો મદદરૂપ બની શકે છે.

શામાટેમાર્ક ટૂંકા સમયગાળાને સૂચવતા શબ્દોનો વારંવાર ઉપયોગ કરે છે?

માર્કની સુવાર્તા ""તરત જ""શબ્દ બેત્તાળીસ વખત વાપરે છે. માર્ક પ્રસંગોને વધુ ઉત્તેજક અને આબેહૂબબનાવવા આમ કરે છે. તે વાચકને ખૂબ જલ્દીથી એક પ્રસંગમાંથી બીજા પ્રસંગમાં લઈ જાય છે.

માર્કનાપુસ્તકના લખાણમાં મુખ્ય મુદ્દાઓ કયા છે?

નીચે આપેલ કલમો બાઈબલની જૂની આવૃત્તિઓમાં જોવા મળે છે પરંતુ તેનો સૌથી આધુનિક આવૃત્તિઓમાં સમાવેશ કરવામાં આવ્યો નથી. અનુવાદકોને સલાહ આપવામાં આવે છે કે આ કલમોનો સમાવેશ ન કરે. છતાંપણ, જૉ અનુવાદકના ક્ષેત્રમાં, બાઈબલની જૂની આવૃત્તિઓમાં આવી એક કે વધુ ક્લમોહોયતો અનુવાદક તેનો સમાવેશ કરી શકે છે. જો તેનો સમાવેશ કરવામાં આવ્યો છે, તો તેને એ દર્શાવવા ચોરસ કૌંસમાં મુકવું જોઈએ ([]) કે તે કલમો કદાચ મૂળ માર્કની સુવાર્તા પ્રમાણે નથી.

  • ""જો કોઈને સાંભળવાને કાન હોય તો તે સાંભળે."" (7:16)
  • ""જ્યાં તેઓનો કીડો ક્યારેય મરતો નથી,અને અગ્નિ હોલવાતો નથી"" (9:44)
  • ""જ્યાં તેઓનો કીડો મરતો નથી,અને અગ્નિ હોલવાતો નથી"" (9:46)
  • ""તે અપરાધીઓમાં ગણાયો, એવું જે શાસ્ત્રવચન તે પૂરું થયું"" (15:28)

નીચે પ્રમાણેના ફકરો પ્રથમના હસ્તપ્રતમાં જોવા મળતો નથી. મોટાં ભાગના બાઈબલો તેનો સમાવેશ કરે છે, પરંતુ આધુનિક બાઈબલો તેને કૌંસમાં મૂકે છે ([]) અથવા કોઈક રીતે સૂચિત કરે છે કે આ ફકરો મૂળ માર્કની સુવાર્તામાં નથી. આધુનિક બાઈબલની આવૃત્તિ પ્રમાણે કરવા અનુવાદકોને સલાહ આપવામાં આવે છે.

  • ""પોતેસજીવન થયા પછી,અઠવાડિયાના પ્રથમ દિવસે, તેઓ પ્રથમ મગ્દલાની મરિયમ કે જેનામાંથી તેમણે સાત અશુદ્ધ આત્માઓ કાઢ્યા હતા તેને દેખાયા.જેઓ તેની સાથે હતા કે જે શોક અને રૂદન કરતાં હતા તેઓની પાસે જઇને તેણે આકહ્યું. તેઓએ સંભાળ્યું કે તે જીવંત છે અને તેણીના જોવામાં તે આવ્યા છે,પરંતુ તેઓએ વિશ્વાસ કર્યો નહીં.તે પછી તેઓમાંના બે જણચાલતા ગામડે જતા હતા,એટલામાં તે બીજા રૂપમાં તેઓને દેખાયા.તેઓએ જઈને બાકી રહેલા શિષ્યોને કહ્યું, પરંતુ તેઓએ તેમનું માન્યું નહીં. પછી અગિયાર [શિષ્યો]જમવા બેઠા હતા, ત્યારે તેતેઓને દેખાયા, અને તેઓના અવિશ્વાસ તથા હદયની કઠણતાને લીધે તેમણે તેઓને ઠપકો આપ્યો, કેમકે તેમના સજીવન થયાપછી જેઓએ તેમને જોયા હતા, તેમનું તેઓએ માન્યું ન હતું. તેમણે તેઓને કહ્યું, 'આખા જગતમાં જાઓ, અને આખી સૃષ્ટિને સુવાર્તા પ્રગટ કરો.' ‘જે કોઈ વિશ્વાસ કરે અને બાપ્તિસ્મા લે તે તારણ પામશે, અને જે વિશ્વાસ ન કરે તે અપરાધી ઠરશે. જેઓ વિશ્વાસ કરે છે તેઓ આ પ્રમાણે ચમત્કારો કરશે: મારા નામે તેઓ ભૂતો કાઢશે. તેઓ નવી બોલીઓ બોલશે. તેઓ હાથમાં સર્પોને ઉપાડી લેશે, અને જો તેઓ કંઈ પ્રાણઘાતક વસ્તુ પીએ,તો તેઓને કંઈ પણ ઈજા થશે નહીં. તેઓ માંદાઓ પર હાથ મૂકશે, અને તેઓ સાજા થશે.' પ્રભુ તેઓ સાથે બોલી રહ્યા પછી, તેમને સ્વર્ગમાં લઈ લેવાયા અને ઈશ્વરને જમણે હાથે તેઓ બેઠા. શિષ્યોએ ત્યાંથી જઈને બધે ઠેકાણે સુવાર્તા પ્રગટ કરી, પ્રભુ તેઓના કામમાં તેઓની સહાય કરતાં અને તેઓને હાથે થયેલા ચમત્કારોથી સુવાર્તાની સત્યતા સાબિત કરતા."" (16:9-20)

(જુઓ: rc://*/ta/man/translate/translate-textvariants)