gu_tn/mrk/10/intro.md

2.7 KiB

માર્ક10 સામાન્ય નોંધો

માળખું અને બંધારણ

કેટલાક અનુવાદો જૂના કરારના અવતરણોને બાકીના લખાણ કરતાં વધુ જમણી બાજુએ સુયોજિત કરે છે જેથી તે વાંચવાનું સરળ બને. યુએલટી10:7-8 માં અવતરણ કરેલી સામગ્રી સાથેઆવુ કરે છે.

આ અધ્યાયમાંનાવિશિષ્ટખ્યાલો

ઈસુએછૂટાછેડા વિષેઆપેલું શિક્ષણ

મૂસાના નિયમનો ભંગ કરવો સારુ છે એવું ઇસુ કહે તે માટે ફરોશીઓ ઈસુનો લાગ શોધતા હતા તેથી તેઓએ તેમને છૂટાછેડા વિષે પૂછ્યું. ઈસુએ જણાવ્યું કે ઈશ્વરે મૂળ રીતે લગ્નની રચના કેવી રીતે કરી તે બતાવવા માટે ફરોશીઓએ છૂટાછેડા વિષે ખોટું શીખવ્યુંહતું.

આ અધ્યાયમાંના અગત્યના શબ્દાલંકાર

રૂપક

રૂપકો દૃશ્યમાન પદાર્થોના ચિત્રો છે કે જેનો ઉપયોગ વક્તાઓ અદૃશ્ય સત્યોને સમજાવવા માટે કરે છે. જ્યારે ઈસુએ કહ્યુંકે ""જે પ્યાલો હું પીવાનો છું"" ત્યારે તે વધસ્તંભ પર દુઃખ સહન કરશે તે જાણે કે પ્યાલામાં કડવું, ઝેરી પ્રવાહી જેવું હશે તેની વાત કરી રહ્યા હતા.

આ અધ્યાયમાં અનુવાદ અંગેની અન્ય સંભવિત મુશ્કેલીઓ

વિરોધાભાસ

વિરોધાભાસ એ એક સાચું નિવેદન છે જે કંઈક અશક્યતાનું વર્ણન કરતું દેખાય છે. ઈસુએ એક વિરોધાભાસનો ઉપયોગ ત્યારે કર્યો જ્યારે તે કહે છે, ""તમારી મધ્યેજે મુખ્ય બનવાની ઇચ્છા રાખે છે તે તમારો સેવક થાય"" (માર્ક 10:43).