gu_tn/mrk/02/intro.md

2.7 KiB

માર્કની સુવાર્તા 02 સામાન્ય નોંધો

આ અધ્યાયમાંના વિશિષ્ટખ્યાલો

""પાપીઓ""

ઈસુના સમયના લોકો જ્યારે ""પાપીઓ"" વિષે બોલતા, ત્યારે તેઓ એવા લોકો વિષે બોલતા કે જેઓ મૂસાના નિયમશાસ્ત્રને આધીન થતાં ન હતા અને તેને બદલે ચોરી કે જાતિયપાપો જેવા પાપ કરતાં હતાં. જ્યારે ઈસુએ કહ્યું કે તેઓ ""પાપીઓ""ને તેડવા આવ્યા છે, ત્યારે તેનો અર્થ એ હતો કે કેવળ એ લોકો કે જેઓ વિશ્વાસ કરે કે તેઓ પોતે પાપી છે તેઓ જ તેમના અનુયાયીઓ બની શકે. મોટા ભાગના લોકો ""પાપીઓ"" માટે જે વિચારે છે એમ ન હોય તોપણઆ તો ખરું જ છે.(જુઓ: rc://*/tw/dict/bible/kt/sin)

ઉપવાસ અને ઉજવણી

જ્યારે લોકો ઉદાસ હોય અથવા તેઓ પોતાના પાપ માટે દિલગીર છે એમ ઈશ્વરને દેખાડવા માંગતા હોય ત્યારે તેઓ ઉપવાસ કરે, લાંબા સમય સુધી ખોરાક ન લે. જ્યારે તેઓ ખુશ હોય જેમ કે લગ્નોમાં ત્યારે તેઓ ઉજાણી અથવા ભોજન રાખતા જ્યાં તેઓ ખોરાક ખાતા. (જુઓ: rc://*/tw/dict/bible/other/fast)

આ અધ્યાયમાંના અગત્યના શબ્દાલંકાર

અલંકારિક પ્રશ્નો

ઈસુએ જે કહ્યું કે કર્યું તેના લીધેયહૂદી આગેવાનો ગુસ્સે હતા અને તેઓ ઈશ્વરના દીકરા છે એમ વિશ્વાસ કરતા ન હતા તે દર્શાવવા માટે અલંકારિક પ્રશ્નોનો ઉપયોગ કર્યો ([માર્ક 2:7). યહૂદી આગેવાનો ગર્વિષ્ઠ છે તે દર્શાવવા ઈસુએ તેનો ઉપયોગ કર્યો (માર્ક 2:25-26](./25.md). (જુઓ: rc://*/ta/man/translate/figs-rquestion)