gu_tn/mat/24/intro.md

2.8 KiB

માથ્થી 24 સામાન્ય નોંધો

માળખું અને બંધારણ

આ અધ્યાયમાં, જ્યાં સુધી તેઓ(ઈસુ) સ્વયં રાજા તરીકે પાછા ન ફરે તે ભવિષ્યના સમયની ભવિષ્યવાણી કરવાની શરૂઆત ખ્રિસ્ત ઈસુ કરે છે. (જુઓ: rc://*/tw/dict/bible/kt/prophet)

આ અધ્યાયમાંના વિશિષ્ટ ખ્યાલો

""યુગનો અંત""

આ અધ્યાયમાં, જ્યારે ઈસુના શિષ્યો ઈસુને પૂછે છે કે ઈસુના પાછા આવવા વિશેના સમયની જાણ તેઓને કેવી રીતે થશે ત્યારે ઈસુ તેમના શિષ્યોને જવાબ આપે છે. (જુઓ: rc://*/ta/man/translate/writing-apocalypticwriting)

નૂહનું ઉદાહરણ

નૂહના સમયમાં, ઈશ્વરે લોકોના પાપોની શિક્ષા માટે જળપ્રલય મોકલ્યો હતો. તેમણે આ આવનાર જળપ્રલય વિશે લોકોને ઘણી વખત ચેતવણી આપી હતી, પરંતુ ખરેખર તે અચાનક જ બન્યું હતું. આ અધ્યાયમાં, ઈસુ જળપ્રલય અને અંતિમ દિવસો વચ્ચેના સમયની સરખામણી કરે છે. (જુઓ: rc://*/tw/dict/bible/kt/sin)

આ અધ્યાયમાં અનુવાદ અંગેની અન્ય સંભવિત મુશ્કેલીઓ

""તેમ વર્તવું""

યુએલટી આ શબ્દસમૂહનો ઉપયોગ ઈસુના કેટલાક આદેશોની શરૂઆત તરીકે કરે છે, જેમ કે ""જેઓ યહૂદીયામાં છે તેઓએ પહાડોમાં નાસી જવું"" (24:16), “જે ઘરના ધાબા પર છે તે ઘરમાંથી કંઇ લેવા માટે નીચે ન આવે"" (24:17), અને “જે કોઈ ખેતરમાં છે તે તેના વસ્ત્રો લેવા પાછો ન આવે"" (24:18). આદેશ દર્શાવવાની ઘણી જુદી જુદી રીતો હોય છે. અનુવાદકોએ તેમની પોતાની ભાષામાં સૌથી વધુ પ્રાકૃતિક રીતને પસંદ કરી તેનો ઉપયોગ કરવો જોઈએ.