gu_tn/mat/16/intro.md

3.7 KiB

માથ્થી 16 સામાન્ય નોંધો

આ અધ્યાયમાંના વિશિષ્ટ ખ્યાલો

ખમીર

લોકો ઈશ્વર વિશે જે રીતે વિચારતા હતા તે રીત વિશે વાત કરતા ઈસુ કહે છે જાણે કે તે રીત એક રોટલી હોય, અને લોકોને ઈશ્વર વિશે જે શિક્ષણ આપવામાં આવતું હતું તે વિશે વાત કરતા ઈસુ કહે છે જાણે કે તે શિક્ષણ થોડું ખમીર હોય જે રોટલીના લોયને મોટો બનાવે છે અને શેકેલી રોટલીને વધુ સ્વાદિષ્ટ બનાવે છે. ઈસુ નથી ઇચ્છતા કે તેમના અનુયાયીઓ ફરોશીઓ અને સદૂકીઓ જે શીખવે છે તે સાંભળે. આ તે કારણથી છે કે જો તેઓ સાંભળે, તો તેઓ સમજી શકશે નહીં કે ઈશ્વર કોણ છે અને ઈશ્વરના લોકો કેવી રીતે જીવન જીવે તે સબંધી ઈશ્વરની ઈચ્છાને પણ તેઓ સમજી શકશે નહીં. (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)

આ અધ્યાયમાંના અગત્યના શબ્દાલંકાર

રૂપક

ઈસુએ તેમના લોકોને તેમના આદેશોનું પાલન કરવા કહ્યું. અને તેમણે તેઓને ""અનુસરણ"" કરવા કહ્યું. એ જાણે કે ઈસુ આગળ ચાલે અને લોકો પાછળ એવી વાત છે. (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)

આ અધ્યાયમાં અનુવાદ અંગેની અન્ય સંભવિત મુશ્કેલીઓ

પૃષ્ઠભૂમિકાની માહિતી

માથ્થી આ અધ્યાયમાં 15:1-20 માંથી લખાણ જારી રાખે છે. આ વર્ણન કલમ 21 માં અટકે છે કે જેથી માથ્થી તેના વાચકોને કહી શકે કે ઈસુ વારંવાર તેમના શિષ્યોને જણાવવા લાગ્યા હતા કે યરૂશાલેમ પહોંચ્યા પછી લોકો ઈસુને મારી નાખશે. ત્યારબાદ તે વર્ણન 22-27 કલમોમાં જારી રહે છે અને જણાવે છે કે જ્યારે ઈસુએ પ્રથમવાર તેમના શિષ્યોને પોતાના મૃત્યુ વિશે વાત કરી ત્યારે શું બન્યું.

વિરોધાભાસ

વિરોધાભાસ એ સાચું નિવેદન છે જે કંઈક અશક્યનું વર્ણન કરવા માટે છે. જ્યારે ઈસુ વિરોધાભાસનો ઉપયોગ કરીને કહે છે કે, ""જે કોઈ પોતાનો જીવ બચાવવા ચાહે છે તે તેને ગુમાવશે, અને જે કોઈ મારા માટે પોતાનો જીવ ખોશે તે તેને મેળવશે."" ([માથ્થી 16:25] (../../mat/16/25.md)).