gu_tn/mat/14/intro.md

2.2 KiB

માથ્થી 14 સામાન્ય નોંધો

માળખું અને બંધારણ

કલમ 1 અને 2 અધ્યાય 13થી શરુ થયેલ વૃતાંતને જારી રાખે છે. 3-12 કલમ તે વૃતાંતને અટકાવીને અગાઉ જે બાબતો બની હતી તે વિશે વાત કરે છે, સંભવતઃ આ બાબતો ઈસુનું પરીક્ષણ શેતાને કર્યા પછીની છે (જુઓ માથ્થી 4:12). કલમ 2 નો વૃતાંત હવે કલમ 13 જારી રાખે છે. કલમ 3-12 માં એવા શબ્દો હોવાની ખાતરી કરો કે જે વાંચકને જણાવે કે આગળ વાત જારી કરતા પહેલાં માથ્થીએ તેના વૃતાંતને નવી માહિતી આપવાથી અટકાવી દીધો છે. (જુઓ: rc://*/ta/man/translate/writing-background)

આ અધ્યાયમાં અનુવાદ અંગેની અન્ય સંભવિત મુશ્કેલીઓ

નિષ્ક્રિય વાણી

આ અધ્યાયમાં ઘણા વાક્યો એમ દર્શાવે છે કે કોઈક વ્યક્તિ સાથે કોઈક ઘટના બની હતી પરંતુ તે વાક્યો ઘટનાંનું કારણ અને ઘટના વિશે જણાવતા નથી. ઉદાહરણ તરીકે, લેખક એ જણાવતા નથી કે યોહાન બાપ્તિસ્તનું માથું હેરોદિયાની પુત્રી પાસે કોણ લાવ્યું (માથ્થી 14:11). તમારે આ વાક્યનું અનુવાદ કરવું જોઈએ કે જેથી તે વાચકોને કહે કે આ કાર્ય કરનાર કોણ છે. (જુઓ:rc://*/ta/man/translate/figs-activepassive)