gu_tn/mat/12/intro.md

3.5 KiB

માથ્થી 12 સામાન્ય નોંધો

માળખું અને બંધારણ

કેટલાક ભાષાંતરકારોએ વાંચનને સરળ બનાવવા માટે કવિતાની પ્રત્યેક પંક્તિને જમણી તરફ જમણી બાજુએ બાકીના લખાણથી અલગ ગોઠવેલી છે. યુએલટી આ કવિતા, જે જૂના કરારના શબ્દો છે તેને 12: 18-21 માં આ રીતે ગોઠવે છે.

આ અધ્યાયમાંના વિશિષ્ટ ખ્યાલો

સાબ્બાથ

ઈશ્વરના લોકોએ સાબ્બાથના નિયમનું પાલન કેવી રીતે કરવું જોઈએ, તે વિશે આ અધ્યાય ઘણું શીખવે છે. ઈસુએ કહ્યું કે સાબ્બાથ પાળવા સબંધી ઈશ્વરની ઈચ્છા પ્રમાણે આધીન થવામાં લોકોને ફરોશીઓએ બનાવેલા નિયમો મદદ કરી શક્યા નહીં. (જુઓ: rc://*/tw/dict/bible/kt/sabbath)

""આત્મા વિરુદ્ધ દુર્ભાષણ""

કોઈ પણ વ્યક્તિ ચોક્કસપણે એ જાણતો નથી કે લોકો જ્યારે આ પાપ કરે છે ત્યારે તેઓ કેવા કાર્યો કરે છે અથવા શું કહે છે. જો કે, તેઓ કદાચ પવિત્ર આત્મા અને તેના કાર્યનું અપમાન કરે છે. પવિત્ર આત્માના કાર્યનો એક ભાગ એ છે કે લોકોને સમજાવવું કે તેઓ પાપી છે અને તેઓએ ઈશ્વર પાસેથી ક્ષમા પ્રાપ્ત કરવી જોઈએ. તેથી, જે કોઈ પાપ કરવાનું બંધ કરવાનો પ્રયત્ન કરતો નથી તે કદાચ આત્માની વિરુદ્ધ દુર્ભાષણનું કાર્ય કરે છે. (જુઓ: [[rc:///tw/dict/bible/kt/blasphemy]] અને [[rc:///tw/dict/bible/kt/holyspirit]])

આ અધ્યાયમાં અનુવાદની અન્ય શક્ય મુશ્કેલીઓ

ભાઈઓ અને બહેનો

મોટાભાગના લોકો જેમને સમાન માતાપિતા છે તેઓ એકમેકને ""ભાઈ"" અને ""બહેન"" તરીકે ઓળખે છે અને તેમને તેમના જીવનના સૌથી મહત્વપૂર્ણ લોકો તરીકે માને છે. જેઓના દાદા-દાદી સમાન હોય તેવા ઘણાં લોકો પણ એકમેકને ઉપરોક્ત રીતે “ભાઈ” અને ""બહેન"" માને છે. આ અધ્યાયમાં ઈસુ કહે છે કે તેમના માટે સૌથી મહત્વપૂર્ણ લોકો એ છે કે જેઓ તેમના આકાશમાંના પિતાની આજ્ઞાનું પાલન કરે છે. (જુઓ: rc://*/tw/dict/bible/kt/brother)