gu_tn/mat/09/intro.md

4.0 KiB

માથ્થી 09 સામાન્ય નોંધો

આ અધ્યાયમાંના વિશિષ્ટ ખ્યાલો

""પાપીઓ""

ઈસુના સમયના લોકો જ્યારે ""પાપીઓ"" વિશે વાત કરતા ત્યારે તેઓ મૂસાના નિયમનું પાલન ન કરનારા અને ચોરી અથવા વ્યભિચારના પાપ આચરતા લોકો વિશે વાત કરતા હતા. જ્યારે ઈસુએ કહ્યું કે તેઓ(ઈસુ) ""પાપીઓને"" બોલાવવા આવ્યા છે, ત્યારે ઈસુના કહેવાનો અર્થ એ હતો કે જે લોકો પોતાને પાપી માને છે ફક્ત તેઓ જ ઈસુના અનુયાયીઓ બની શકે છે. જે લોકોને મોટાભાગના લોકો ""પાપી"" ગણતા નહોતા તેઓને માટે પણ ઉપરોક્ત સાચું છે. (જુઓ: rc://*/tw/dict/bible/kt/sin)

આ અધ્યાયમાં અનુવાદ અંગેની અન્ય સંભવિત મુશ્કેલીઓ

કર્મ વાક્ય/ નિષ્ક્રિય વાણી

આ અધ્યાયમાંના ઘણા વાક્યો, કોઈક વ્યક્તિ સાથે કંઈક બન્યું તેમ જણાવે છે પરંતુ તે વ્યક્તિ સાથે તેવું વર્તન કોણે કર્યું તે વિશે જણાવતા નથી. તમારે વાક્યનો અનુવાદ એ રીતે કરવો પડશે કે જેથી તે ક્રિયા કરનાર કોણ છે તેની જાણ વાચકને થાય. (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)

અલંકારિક પ્રશ્નો

આ અધ્યાયમાં ઉપદેશકો પ્રશ્નો પૂછે છે કે જેના જવાબ તેમના સાંભળનારાઓ પહેલાથી જ જાણતા હતા. ઉપદેશકોએ તેઓને પ્રશ્નો પૂછવા દ્વારા કહ્યું કે તેઓ સાંભળનારાઓથી ખુશ નથી અથવા તેમને શીખવવા માટે અથવા તેમને વિચારતા કરવા સબંધી ઈચ્છુક નથી. આનું વર્ણન કરવાની બીજી રીત તમારી ભાષામાં હોઈ શકે છે. (જુઓ: rc://*/ta/man/translate/figs-rquestion)

નીતિવચનો

નીતિવચનો ખૂબ ટૂંકા વાક્યો છે જે સર્વસામાન્ય સત્યને યાદ રાખવામાં સરળ એવા શબ્દો દ્વારા રજૂ કરાય છે. નીતિવચનોને સમજનાર લોકો સામાન્ય રીતે ઉપદેશકની ભાષા અને સંસ્કૃતિ વિશે ઘણું જાણતા હોય તે જરૂરી છે. જ્યારે તમે આ અધ્યાયમાં નીતિવચનોનો અનુવાદ કરો ત્યારે તમારે ઉપદેશકોએ ઉપયોગ કરેલા શબ્દો કરતા ઘણા વધારે શબ્દોનો ઉપયોગ કરવો જેથી કરીને તમે તે માહિતીનો ઉમેરો કરી શકો જે ઉપદેશકોના સાંભળનારાઓ જાણતા હતા પણ તમારા વાંચકો કદાચ જાણતા હોય નહીં. (જુઓ: rc://*/ta/man/translate/writing-proverbs)