gu_tn/mat/05/intro.md

2.7 KiB

માથ્થી 05 સામાન્ય નોંધો

માળખું અને બંધારણ

ઘણા લોકો માથ્થી 5-7 અધ્યાયને પહાડ પરના ઉપદેશ તરીકે ઓળખાવે છે. આ એક લાંબો પાઠ છે જે ઈસુએ શીખવ્યો હતો. બાઈબલ આ પાઠને ત્રણ અધ્યાયમાં વહેંચે છે, પરંતુ તે ક્યારેક વાચકને ગૂંચવણમાં મૂકી શકે છે. જો તમારું અનુવાદ લખાણને વિભાગોમાં વિભાજિત કરે છે, તો ખાતરી કરો કે વાચક સમજી શકે કે આ સંપૂર્ણ ઉપદેશ એક વિશાળ વિભાગ છે.

માથ્થી 5: 3-10, જે ધન્યતાઓ અથવા આશીર્વાદો તરીકે ઓળખાય છે તેઓને ઉપદેશમાં પ્રથમ ક્રમે નોંધી બાકીના ઉપદેશથી અલગ દર્શાવવામાં આવી છે અને તેના દરેક વાક્યમાં ""ધન્ય છે"" શબ્દો આવે છે. આ રીતે પૃષ્ઠ પર શબ્દોની ગોઠવણ, શિક્ષણના કાવ્યાત્મક સ્વરૂપ પર પ્રકાશ પાડે છે.

આ ઉપદેશમાં ઈસુ ઘણા જુદા જુદા વિષયો પર શિક્ષણ આપે છે. તેથી જ્યારે પણ ઈસુ તેમના શિક્ષણના વિષય બદલે ત્યારે તમારે તે જગ્યાએ એક ખાલી પંક્તિ રાખવી કે જેથી વાચકને વિષય પરિવર્તન સમજવામાં મદદ પ્રાપ્ત થાય.

આ અધ્યાયમાંના વિશિષ્ટ ખ્યાલો

""તેમના શિષ્યો""

જે કોઈ પણ ઈસુને અનુસરતા હતા તેઓનો સંભવતઃ અનુયાયી અથવા શિષ્ય તરીકે ઉલ્લેખ થઇ શકે છે. જેઓ ઈસુને અનુસરતા હતા તેઓમાંથી બારને ઈસુએ તેમના નિકટના શિષ્યો તરીકે પસંદ કર્યા, ""બાર શિષ્યો"" કે જેઓ પાછળથી પ્રેરિતો તરીકે જાણીતા બન્યા.