gu_tn/mat/04/intro.md

3.7 KiB

માથ્થી 04 સામાન્ય નોંધો

માળખું અને બંધારણ

વાંચનમાં સરળતા રહે તે માટે કેટલાક ભાષાંતર કવિતાની પ્રત્યેક પંક્તિને અન્ય લખાણોથી અલગ જમણી બાજુએ ઉપર દર્શાવે છે. યુએલટી આવૃત્તિ આ પ્રમાણે ગોઠવણ કલમ 6, 15 અને 16ના સંદર્ભમાં કરે છે, જેમાં જૂના કરારમાંથી લેવાયેલ શબ્દો છે.

કેટલાક ભાષાંતર જૂના કરારમાંથી લેવાયેલા અવતરણોને બાકીના લખાણથી અલગ પૃષ્ઠની જમણી તરફ ઉપર દર્શાવે છે. યુએલટી આવૃત્તિ આ પ્રમાણે ગોઠવણ કલમ 10ના સંદર્ભમાં કરે છે.

આ અધ્યાયમાં અનુવાદ અંગેની અન્ય સંભવિત મુશ્કેલીઓ

""આકાશનું રાજ્ય પાસે આવ્યું છે""

જ્યારે ઈસુએ આ શબ્દો ઉચ્ચાર્યા ત્યારે આકાશનું રાજ્ય વર્તમાનમાં હતું કે હજી આવવાનું છે, તે વિશે ભાષાંતર માટે આપણી પાસે સ્પસ્ટતા નથી. અંગ્રેજી અનુવાદ વારંવાર ""પાસે આવ્યું છે"" શબ્દોનો ઉપયોગ કરે છે, પરંતુ આ શબ્દોનો અનુવાદ કરવો અઘરું હોઈ શકે છે. અન્ય આવૃત્તિઓ ""પાસે આવી રહ્યું છે"" અને ""પાસે આવ્યું છે"" શબ્દસમૂહોનો ઉપયોગ કરે છે.

""જો તમે ઈશ્વરના દીકરા છો""

વાચકે કલમ 3 અને 6 પ્રમાણે એમ સમજવું ના જોઈએ કે શેતાનને ખબર હતી નહીં કે ઈસુ ઈશ્વરના પુત્ર હતાં. ઈશ્વરે પહેલેથી જ કહ્યું હતું કે ઈસુ તેમના પુત્ર હતા (માથ્થી 3:17), તેથી ઈસુ કોણ હતા તે શેતાન જાણતો હતો. શેતાન એ પણ જાણતો હતો કે ઈસુ પથ્થરની રોટલી બનાવી શકે છે અને તેઓ(ઈસુ) પોતાને ઊંચા સ્થાનોથી ફેંકી દે તોપણ તેમને કોઈ ઈજા થશે નહીં. તે ઈસુને આ બાબતો કરાવવા માટે પ્રયત્ન કરતો હતો કે જેથી ઈસુ ઈશ્વરની આજ્ઞાનું ઉલ્લંઘન કરે અને શેતાનનું કહ્યું પાલન કરે. આ શબ્દોનો અનુવાદ આ રીતે કરી શકાય કે “કારણ કે તમે ઈશ્વરના પુત્ર છો"" અથવા ""તમે ઈશ્વરના પુત્ર છો. મને બતાવો કે તમે શું કરી શકો છો."" (જુઓ: [[rc:///tw/dict/bible/kt/satan]] અને [[rc:///tw/dict/bible/kt/sonofgod]])