gu_tn/luk/23/intro.md

3.8 KiB

લૂક 23 સામાન્ય નોંધો

માળખું અને બંધારણ

યુએલટી આ અધ્યાયની છેલ્લી પંક્તિને અલગ મૂકે છે કારણ કે તે વિશેષ કરીને અધ્યાય 23 કરતાં અધ્યાય 24 સાથે વધુ જોડાયેલ છે.

આ અધ્યાયમાંના વિશિષ્ટ ખ્યાલો

દોષારોપણ

પ્રમુખ યાજકો અને શાસ્ત્રીઓ દુષ્ટતા કરવાને લીધે ઈસુ પર દોષારોપણ કરે છે કારણ કે તેઓ ઇચ્છતા હતા કે પિલાત ઈસુને મારી નાખે. પરંતુ તેઓ ખોટી રીતે તેમના પર દોષારોપણ કરતાં હતા, કારણ કે ઈસુએ ક્યારેય તેઓ જે દોષ મૂકતાં હતા તે કર્યું ન હતું.

""ભક્તિસ્થાનનો પડદો બે ભાગમાં ચિરાઈ ગયો""

ભક્તિસ્થાનમાંનો પડદો મહત્વનું પ્રતિક હતો જે દર્શાવતો હતો કે લોકોને કોઈ તેમના માટે ઈશ્વર સાથે વાત કરે તેની જરૂર હતી. તેઓ પ્રત્યક્ષ રીતે ઈશ્વર સાથે બોલી શકતા ન હતા કારણ કે સર્વ લોકો પાપી છે અને ઈશ્વર પાપને ધિક્કારે છે. ઈશ્વરે પડદાને એ દર્શાવવા ચીરી નાખ્યો કે ઈસુના લોકો ઈશ્વર સાથે હવે પ્રત્યક્ષ રીતે વાત કરી શકે છે કારણ કે ઈસુએ તેઓના પાપોની ચુકવણી કરી દીધી છે.

કબર

કબર કે જેમાં ઈસુને દફન કરવામાં આવ્યા હતા (લૂક 23:53) તે એવા પ્રકારની કબર હતી જેમાં ધનિક યહૂદી કુટુંબીજનો તેમના મૃતને દફનાવતા હતા. એ તો ખડકમાં ખોદી કાઢવામાં આવેલો વાસ્તવિક ઓરડો હતો. તેની એક બાજુએ સપાટ સ્થાન હતું જ્યાં તેઓ દેહને વસ્ત્રમાં લપેટીને તેના પર તેલ અને સુગંધીદ્રવ્યો લગાવીને રાખતા હતા. ત્યારબાદ તેઓ એક મોટો પથ્થર કબર આગળ મૂકતાં હતા કે જેથી કોઈ અંદર જોઈ શકે નહિ કે જઈ શકે નહિ.

આ અધ્યાયમાં અનુવાદને લગતી અન્ય સંભવિત મુશ્કેલીઓ

""મને આ વ્યક્તિમાં કોઈ ગુનો માલૂમ પડતો નથી""

પિલાત એમ કહી રહ્યો હતો કે તેણે ઈસુને શા માટે શિક્ષા કરવી જોઈએ તેનું કોઈ કારણ તે જાણતો નથી કારણ કે ઈસુએ કોઈપણ નિયમ તોડ્યો ન હતો. પિલાત એમ નહોતો કહી રહ્યો કે ઈસુ સંપૂર્ણ હતા.