gu_tn/luk/14/intro.md

2.4 KiB

લૂક 14 સામાન્ય નોંધો

માળખું અને બંધારણ

કલમ 3 જણાવે છે, ""ઈસુએ શાસ્ત્રીઓ અને ફરોશીઓને પૂછ્યું કે, 'શું વિશ્રામવારે સાજાપણું આપવું ઉચિત છે, કે નહિ?'"" ઘણીવાર, ઈસુ વિશ્રામવારે સાજાપણું આપતા હતા તેથી ફરોશીઓ ગુસ્સે થઈ જતાં હતા. આ ફકરામાં, ઈસુ તેઓને બોલતા બંધ કરી દે છે. તે સામાન્ય રીતે ફરોશીઓ જ હતા જેઓ ઈસુને ફસાવવાની કોશિશ કરતાં હતા.

વિષયનું બદલાવવું

આ અધ્યાયમાં લૂક ઘણીવાર એક વિષય પરથી બીજા વિષય તરફ ફેરફારને ચિહ્નિત કર્યા વિના બદલી દે છે.

આ અધ્યાયમાંના મહત્વના શબ્દાલંકાર

દ્રષ્ટાંત

ઈસુ એ શીખવવા લૂક 14:15-24 માં દ્રષ્ટાંત કહે છે કે ઈશ્વરનું રાજ્ય એવું હશે કે દરેક આનંદ કરી શકશે. પરંતુ લોકોએ તેનો ભાગ બનવાનો ઇનકાર કર્યો. (જુઓ: [[rc:///ta/man/translate/figs-metaphor]] અને [[rc:///tw/dict/bible/kt/kingdomofgod]])

આ અધ્યાયમાં અનુવાદને લગતી અન્ય સંભવિત મુશ્કેલીઓ

વિરોધાભાસ

વિરોધાભાસ એ સત્ય નિવેદન છે જે કંઈક અશક્ય છે તેને વર્ણન કરતું દેખાય છે. આ અધ્યાયમાં વિરોધાભાસ ઉદ્દભવે છે: ""કેમ કે દરેક જે પોતાને ઊંચો કરે છે તેને નીચો કરાશે, અને જે પોતાને નીચો કરે છે તેને ઊંચો કરાશે"" (લૂક 14:11).