gu_tn/luk/08/intro.md

2.6 KiB

લૂક 08 સામાન્ય નોંધો

માળખું અને બંધારણ

લૂક આ અધ્યાયમાં અનેક વખત ફેરફારને ચિહ્નિત કર્યા વિના તેના મુદ્દાને બદલે છે. તમારે આ અણઘડ ફેરફારને સરળ બનાવવાનો પ્રયત્ન કરવો જોઈએ નહિ.

આ અધ્યાયમાંના વિશિષ્ટ ખ્યાલો

ચમત્કારો

ઈસુએ તોફાન સાથે વાત કરીને તેને શાંત કર્યું, તેમણે મૃત છોકરી સાથે વાત કરીને તેને જીવતી કરી, અને તેમણે દુષ્ટાત્માઓ સાથે વાત કરીને તે માણસને છોડવા જણાવ્યું. (જુઓ: rc://*/tw/dict/bible/kt/miracle)

આ અધ્યાયમાંના મહત્વના શબ્દાલંકાર

દ્રષ્ટાંતો

દ્રષ્ટાંતો એ નાની વાર્તાઓ હતી જે ઈસુ કહેતા હતા જેથી તે લોકોને જે શીખવવા ચાહતા હતા તે તેઓ સરળતાથી સમજી શકે. તેઓ એટલા માટે પણ વાર્તાઓ કહેતા હતા કે જેથી જેઓ તેમના પર વિશ્વાસ કરવા માગતા ન હતા તેઓ સત્યને સમજી ન શકે (લૂક 8:4-15).

આ અધ્યાયમાં અનુવાદને લગતી અન્ય સંભવિત મુશ્કેલીઓ

ભાઈઓ અને બહેનો

જેઓના મા-બાપ સમાન હોય તેઓને લોકો મોટેભાગે ""ભાઈ"" અને ""બહેન"" કહે છે અને તેઓને તેમના જીવનના ખૂબ મહત્વના લોકો તરીકે ગણે છે. ઘણા લોકો જેઓના સમાન દાદા-દાદી હોય તેઓને પણ ""ભાઈ"" અને ""બહેન"" કહે છે. આ અધ્યાયમાં ઈસુ કહે છે કે તેમના માટે ખૂબ મહત્વના લોકો એ છે કે જેઓ તેમના સ્વર્ગીય પિતાને આધીન થાય છે. (જુઓ: rc://*/tw/dict/bible/kt/brother)