gu_tn/luk/03/intro.md

3.9 KiB

લૂક 03 સામાન્ય નોંધો

માળખું અને બંધારણ

કેટલાક અનુવાદો વાંચવામાં સરળતા રહે માટે કવિતાની દરેક પંક્તિને બાકીના લખાણ કરતાં વધુ દૂર જમણી બાજુએ સુયોજિત કરે છે. યુએલટી આ પ્રમાણે 3:4-6 માં કવિતા સાથે કરે છે, જે જૂના કરારના શબ્દો છે.

આ અધ્યાયમાંના વિશિષ્ટ ખ્યાલો

ન્યાય

આ અધ્યાયમાં સૈનિકો અને દાણીઓને યોહાન સૂચનાઓ આપે છે જે જટિલ નથી. તે એવી બાબતો છે જે તેઓને માટે સ્પષ્ટ હોવી જોઈએ. તેણે તેઓને ન્યાયથી જીવવાની સૂચનાઓ આપી. (જુઓ: rc://*/tw/dict/bible/kt/justice અને લૂક 3:12-15)

વંશાવળી

વંશાવળી એ એક સૂચિ છે જેમાં વ્યક્તિના પૂર્વજ અથવા વંશજની નોંધ હોય છે. રાજા બનવા કોણ હક્કદાર છે તે નક્કી કરવા આવા પ્રકારની સૂચિ ખૂબ મહત્વની હોય છે, કેમ કે રાજા તરીકેનો અધિકાર સામાન્ય રીતે તેના પિતા તરફથી આવતો હોય છે અથવા વારસાગત હોય છે. નોંધાયેલ વંશાવળી એ બીજા મહત્વના લોકો માટે પણ સામાન્ય હતી.

આ અધ્યાયમાંના મહત્વના શબ્દાલંકાર

રૂપક

પ્રબોધવાણી તેનો અર્થ વ્યક્ત કરવા ઘણીવાર રૂપકોના ઉપયોગનો સમાવેશ કરે છે. પ્રબોધનું યોગ્ય અર્થઘટન કરવા આત્મિક પારખશક્તિની જરૂર પડે છે. યશાયાનો પ્રબોધ એ વિસ્તૃત રૂપક છે જે યોહાન બાપ્તિસ્તના સેવાકાર્યનું વર્ણન કરે છે (લૂક 3:4-6). અનુવાદ કરવું એ મુશ્કેલ છે. અનુવાદક યુએલટીની દરેક પંક્તિને એક અલગ રૂપક તરીકે ગણે એવું સૂચવવામાં આવે છે. (જુઓ: [[rc:///tw/dict/bible/kt/prophet]]) અને ([[rc:///ta/man/translate/figs-metaphor]])

આ અધ્યાયમાં અનુવાદને લગતી અન્ય સંભવિત મુશ્કેલીઓ

""(હેરોદે) યોહાનને કેદખાનામાં નાખ્યો""

આ ઘટના ગૂંચવણ પેદા કરી શકે છે કેમ કે લેખક કહે છે કે યોહાનને કેદ કરવામાં આવ્યો અને પછી કહે છે કે તે ઈસુનું બાપ્તિસ્મા કરતો હતો. હેરોદે યોહાનને કેદ કર્યો તેના પૂર્વાનુમાનમાં લેખક કદાચ આ શબ્દસમૂહનો ઉપયોગ કરે છે. તેનો અર્થ એમ કે વર્ણનના સમયે આ વાક્ય હજી ભવિષ્યમાં બનશે.