gu_tn/jud/front/intro.md

3.1 KiB

યહૂદાના પત્રનો પરિચય

ભાગ1:સામાન્ય પરિચય

યહૂદાના પત્રની રૂપરેખા

  1. પરિચય(1:1-2)
  2. જૂઠા શિક્ષકો વિરુદ્ધ ચેતવણી (1:3-4)
  3. જૂના કરારના ઉદાહરણો(1:5-16)
  4. યોગ્ય પ્રતિભાવ (1:17-23)
  5. ઈશ્વરને સ્તુતિ (1:24-25)

યહૂદાનો પત્ર કોણે લખ્યો?

લેખકે પોતાને યાકૂબના ભાઈ યહૂદા તરીકે ઓળખાવ્યો હતો. યહૂદા અને યાકૂબ બંને ઈસુના નાના ભાઈઓ હતા. આ પત્ર કોઈ ચોક્કસ મંડળી માટે લખાયો હતો કે કેમ તે બાબત સ્પસ્ટ નથી.

યહૂદાનો પત્ર શાના વિશે છે?

જૂઠા શિક્ષકો વિરુદ્ધ વિશ્વાસીઓને ચેતવવા માટે યહૂદાએ આ પત્ર લખ્યો હતો. યહૂદા મોટેભાગે જૂના કરારનો ઉલ્લેખ કરે છે. જે સૂચવે છે કે યહૂદા આ પત્ર યહૂદી ખ્રિસ્તીઓને લખી રહ્યો હતો. આ પત્ર તથા 2 પિતરના પત્રમાં કેટલીક સમાનતા જોવા મળે છે. તેઓ બંને દૂતો, સદોમ અને ગમોરાહ તથા જૂઠા શિક્ષકો વિશે વાત કરે છે.

આ પત્રના શિર્ષકનો અનુવાદ કેવી રીતે કરવો જોઈએ?

અનુવાદકોએ આ પુસ્તકને તેના પ્રણાલિકાગત શિર્ષક, ""યહૂદા"" થી સંબોધવાનું પસંદ કરવું જોઈએ. અથવા તેઓએ સ્પષ્ટ શિર્ષક પસંદ કરવું જોઈએ જેમ કે ""યહૂદા તરફથી પત્ર"" અથવા ""યહૂદાએ લખેલો પત્ર."" (જુઓ: rc://*/ta/man/translate/translate-names)

ભાગ 2: મહત્વના ધાર્મિક અને સાંસ્કૃતિક ખ્યાલો

એ કયા લોકો હતા જેઓની વિરુદ્ધ યહૂદા લખાણ લખે છે?

શક્ય છે કે જે લોકો વિશે યહૂદાએ વાત કરી, તેઓ રહસ્યવાદીઓ તરીકે ઓળખાતા હતાં. આ શિક્ષકો પોતાના અંગત લાભ માટે શાસ્ત્રના શિક્ષણને મરડી નાખતા હતા. તેઓ અનૈતિક માર્ગોમાં જીવતા હતા અને બીજાઓને પણ એવું કરવા શીખવતા હતાં.