gu_tn/jhn/20/intro.md

4.6 KiB

યોહાન 20 સામાન્ય નોંધો

આ અધ્યાયમાંના વિશિષ્ટ ખ્યાલો

કબર

જે કબરમાં ઈસુને દફનાવવામાં આવ્યા હતા (યોહાન 20:1) જેમાં શ્રીમંત યહૂદી પરિવારો તેમના મૂએલાઓને દફનાવતા હતા. તે એક ખડકમાં તૈયાર કરેલ ઑરડૉ હતો. તેની એક બાજુ સપાટ હતી જેની પર તેઓ શરીરને, તેલ અને અત્તર લગાવીને કપડામાં લપેટ્યા પછી મૂકતા. પછી તેઓ કબરની આગળ એક મોટો પથ્થર મૂકતા જેથી કોઈ અંદર જોઈ શકે નહિ કે પ્રવેશી શકે નહિ.

""પવિત્ર આત્મા પ્રાપ્ત કરો""

જો તમારી ભાષામાં ""શ્વાસ લેવો"" અને ""આત્મા"" માટે સમાન શબ્દનો ઉપયોગ થતો હોય તો, ખાતરી કરો કે વાચક સમજે કે ઈસુ શ્વાસ દ્વારા પ્રતીકાત્મક ક્રિયા કરી રહયા હતા, અને શિષ્યોએ જે મેળવ્યો તે ઈસુનો શ્વાસ નહિ પણ પવિત્ર આત્મા હતો. (જુઓ: [[rc:///ta/man/translate/translate-symaction]] અને [[rc:///tw/dict/bible/kt/holyspirit]])

આ અધ્યાયમાં અનુવાદ અંગેની અન્ય સંભવિત મુશ્કેલીઓ

રાબ્બી

યોહાને ગ્રીક અક્ષરોનો ઉપયોગ શબ્દના અવાજને વર્ણવવા માટે કર્યો, અને પછી તેણે સમજાવ્યું કે તેનો અર્થ ""શિક્ષક"" થાય છે. તમારી ભાષાના અક્ષરોનો ઉપયોગ કરીને તમે પણ આવું જ કરો.

ઈસુનું પુનરુત્થાન પામેલું શરીર

કોઈ જાણતું નથી કે ઈસુના પુનરુત્થાન પછી ઈસુનું શરીર કેવું હતું. તેમના શિષ્યો જાણતા હતા કે તે ઈસુ છે કારણ કે તેઓ તેમનો ચહેરો જોઈ શકતા હતા અને જ્યાં સૈનિકોએ તેના હાથ અને પગમાં ખીલા માર્યા હતા ત્યાં સ્પર્શ કરી શકતા હતા, પણ તે પણ નક્કર દિવાલો અને દરવાજામાંથી પસાર થઈ શકતા હતા. યુએલટી શું કહે છે તેના કરતા વધુ કહેવાનો પ્રયાસ ન કરવો તે શ્રેષ્ઠ છે.

ઊજળા વસ્ત્રો વાળા બે દૂતો

માથ્થી, માર્ક, લૂક અને યોહાન સર્વએ ઊજળા વસ્ત્રો પહેરેલા દૂતો જેઓ સ્ત્રીઓ સાથે ઈસુની કબર પર હતા તેના વિષે લખ્યું છે. બે લેખકોએ તેમને પુરુષો કહ્યા, પરંતુ તે એટલા માટે કે દૂતો માનવ સ્વરૂપમાં હતા. બે લેખકોએ લગભગ બે દૂતો વિષે લખ્યું. બે લેખકોએ બે દૂતો વિશે લખ્યું પરંતુ અન્ય બે લેખકોમાંથી ફક્ત એક જ લેખકે લખ્યું. બધાજ ફકરાઓ એકસરખીજ વાત કહે છે એવું દર્શાવવાનો પ્રયત્ન કર્યા વિના આ પ્રત્યેક ફકરાઓ યુએલટીમાં દેખાય છે તેમજ અનુવાદ કરવું શ્રેષ્ઠ છે. (જુઓ: [માથ્થી 28:1-2] (../../mat/28/01.md)) અને [માર્ક 16:5] (../../mrk/16/05.md) અને લૂક 24:4 અને [યોહાન 20:12] (../../jhn/20/12.md)