gu_tn/jhn/19/intro.md

4.5 KiB

યોહાન 19 સામાન્ય નોંધો

માળખું અને બંધારણ

કેટલાક અનુવાદકોએ કવિતાઓની દરેક પંક્તિને બાકીના લખાણ કરતાં જમણી તરફ ગોઠવી છે જેથી તેને સરળતાથી વાંચી શકાય. યુએલટી 19:24 ની કવિતામાં આવું જ કરે છે, જે જૂના કરારના શબ્દો છે.

આ અધ્યાયમાંના વિશિષ્ટ ખ્યાલો

""જાંબુડી વસ્ત્ર""

જાંબુડિયો કલર એ લાલ અથવા વાદળી જેવો હોય છે. લોકો ઈસુની મજાક ઉડાવતા હતા, તેથી તેઓએ તેને જાંબુડિયા વસ્ત્રો પહેરાવ્યા. કેમ કે રાજાઓ જાંબુડિયા વસ્ત્રો પહેરતા હતા. તેઓ કોઈ રાજાને માન આપતા હોય તેમ બોલ્યા અને વર્તન કર્યુ , પરંતુ સર્વ જાણતા હતાકે તેઓ ઈસુને ધિક્કારતા હતા તેથી તેઓએ આ પ્રમાણે કર્યુ. (જુઓ: rc://*/ta/man/translate/figs-irony)

""તમે કૈસરના મિત્ર નથી""

પિલાત જાણતો હતો કે ઈસુ ગુનેગાર નથી, તેથી તે ચાહતો હતો કે તેના સૈનિકોને તેને મારી નાખે નહિ. પરંતુ યહૂદીઓએ તેમને કહ્યું કે ઈસુ રાજા હોવાનો દાવો કરી રહ્યાં છે, અને જે કોઇપણ આ કરે તે કૈસરના નિયમને તોડે છે ([યોહાન 19:12] (../../jhn/19/12.md)).

કબર

જે કબરમાં ઈસુને દફનાવવામાં આવ્યા હતા (યોહાન 19:41) તે કબર શ્રીમંત યહૂદી પરિવારોએ તેમના સગાંઓને દફનાવ્યા હતા તેના જેવી હતી. તે એક ખંડ હતો જે ખડકમાંથી કાપેલ હતો. તેની એક બાજુ સપાટ જગ્યા હતી જેની પર તેઓ શરીરને તેલ અને સુગંધીદાર દ્રવ્યો લગાવીને કપડામાં લપેટીને મૂકતા. પછી તેઓ કબર આગળ એક મોટો પથ્થર ગબડાવી દેતા કે જેથી કોઈ અંદર જોઈ શકે નહિ કે પ્રવેશ કરી શકે નહિ.

આ અધ્યાયમાંના અગત્યના શબ્દાલંકાર

કટાક્ષ

સૈનિકોએ ઈસુનું અપમાન કર્યું જ્યારે તેઓએ પોકાર કર્યોકે, ""યહૂદીઓના રાજાની જય"". પિલાત યહૂદીઓનું અપમાન કરી રહ્યો હતો જ્યારે તેણે પૂછ્યું કે ""શું હું તમારા રાજાને વધસ્તંભ પર ચડાવું?"" જ્યારે તેણે લખ્યુંકે ""ઈસુ નાઝારી, યહૂદીઓનો રાજા"" ત્યારે તે કદાચ ઈસુ અને યહૂદીઓ બંનેનું અપમાન કરી રહ્યો હતો. (જુઓ: rc://*/ta/man/translate/figs-irony)

આ અધ્યાયમાં અનુવાદ અંગેની અન્ય સંભવિત મુશ્કેલીઓ

ગબ્બાથા, ગુલગુથા

આ બે હિબ્રૂ શબ્દો છે. આ શબ્દો (""પગરસ્તો"" અને ""ખોપરીની જગ્યા"") ના અર્થોનું અનુવાદ કર્યા પછી, લેખક તેને ગ્રીક અક્શરો સાથે લખીને તેના અવાજોનું સ્થાનાંતર કરે છે.