gu_tn/jhn/16/intro.md

2.7 KiB

યોહાન 16 સામાન્ય નોંધો

આ અધ્યાયમાંના વિશિષ્ટ ખ્યાલો

પવિત્ર આત્મા

ઈસુએ તેમના શિષ્યોને કહ્યું કે તે તેઓની પાસે પવિત્ર આત્માને મોકલશે. પવિત્ર આત્મા એ સંબોધક છે (યોહાન 14:16) જે હંમેશા ઈશ્વરના લોકોની મદદ કરવા અને તેમના માટે ઈશ્વર સાથે વાત કરવા માટે હોય છે, તે પણ છે સત્યનો આત્મા (યોહાન 14:17) જે ઈશ્વરના લોકોને ઈશ્વર વિશે જે સાચું છે તે કહે છે જેથી તેઓ તેને વધુ સારી રીતે ઓળખે અને તેમની સારી સેવા કરે. (જુઓ: rc://*/tw/dict/bible/kt/holyspirit)

""ઘડી આવી રહી છે""

ઈસુએ આ શબ્દોનો ઉપયોગ સમય વિશેની ભવિષ્યવાણી શરૂ કરવા માટે કર્યો હતો જે સાઠ મિનિટથી ટૂંકી કે લાંબી હોઇ શકે. ""એ ઘડી"" જેમાં લોકો તેમના(ઇસુના) અનુયાયીઓને સતાવશે (યોહાન 16:2) એ દિવસો, સપ્તાહો અને વર્ષો લાંબી હતી, પરંતુ તે ""ઘડી"" જેમાં તેમના શિષ્યો વિખેરાઇ જશે અને તેમને એકલા છોડી દેશે ([યોહાન 16:32] (../../jhn/16/32.md)) એ સાઠ મિનિટથી લાંબી હશે. (જુઓ: rc://*/tw/dict/bible/kt/prophet)

આ અધ્યાયમાંના અગત્યના શબ્દાલંકાર

સમાનતા

ઈસુએ કહ્યું હતું કે જેમ સ્ત્રીને બાળકને જન્મ આપતી વખતે વેદના થાય છે તેજ રીતે તેમના શિષ્યો દુઃખી થશે જ્યારે તે મૃત્યુ પામશે. પરંતુ સ્ત્રી બાળકના જન્મ પછી ખુશ થાય છે, તેમજ જ્યારે તે સજીવન થશે ત્યારે તેના શિષ્યો હર્ષ પામશે. (જુઓ: rc://*/ta/man/translate/figs-simile)