gu_tn/jhn/09/intro.md

3.2 KiB

યોહાન 09 સામાન્ય નોંધો

આ અધ્યાયમાંના વિશિષ્ટ ખ્યાલો

""કોણે પાપ કર્યું?""

ઈસુના સમયના ઘણાં યહૂદીઓ વિશ્વાસ કરતા હતા કે જો કોઈ વ્યક્તિ અંધ અથવા બહેરો અથવા અપંગ હોય તો તેનું કારણ તેણે અથવા તેના માતાપિતા અથવા તેના પરિવારના કોઈએ પાપ કર્યું હશે. આ મૂસાના નિયમનું શિક્ષણ ન હતું. (જુઓ: [[rc:///tw/dict/bible/kt/sin]] અને [[rc:///tw/dict/bible/kt/lawofmoses]])

""તે વિશ્રામવારનું પાલન કરતા નથી""

ફરોશીઓએ વિચાર્યું કે ઈસુ કાદવ બનાવીને કામ કરે છે, અને તેથી વિશ્રામવારનું ઉલ્લંઘન કરે છે. (જુઓ: rc://*/tw/dict/bible/kt/sabbath)

આ અધ્યાયમાંના અગત્યના રૂપકો

પ્રકાશ અને અંધકાર

બાઈબલ વારંવાર અન્યાયી લોકો કે જેઓ ઈશ્વરને પસંદ છે તેવા કામો કરતા નથી જાણે કે તેઓ અંધકારની આસપાસ ચાલતા હોય તે વિષે કહે છે. તે પ્રકાશની વાત કરે છે જાણે કે તે પાપી લોકોને ન્યાયી થવાની તેમજ તેઓ જે કરી રહ્યા છે તે ખોટુ છે તે સમજવાની અને ઈશ્વરને આધીન થવાની શરુઆત કરે છે (જુઓ: rc://*/tw/dict/bible/kt/righteous)

જોવું અને અંધ બનવું

ઈસુ ફરોશીઓને અંધ કહે છે કારણ કે તેઓ જુએ છે કે ઈસુ અંધ લોકોને સાજા કરી શકે છે, પરંતુ તેઓ હજી પણ વિશ્વાસ કરતા નથી કે ઈશ્વરે તેને મોકલ્યો છે (યોહાન 9:39-40). (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)

આ અધ્યાયમાં અનુવાદ અંગેની અન્ય સંભવિત મુશ્કેલીઓ

""માણસનો પુત્ર""

આ અધ્યાયમાં ઇસુ પોતાનો ""માણસના પુત્ર"" તરીકે ઉલ્લેખ કરે છે (યોહાન 9:35). તમારી ભાષા લોકોને પોતાના વિષે એ રીતે બોલવાની મંજૂરી આપતા ન હોય જાણે કે તેઓ કોઈ બીજા વિષે બોલતા હોય. (જુઓ: [[rc:///tw/dict/bible/kt/sonofman]] અને [[rc:///ta/man/translate/figs-123person]])