gu_tn/heb/front/intro.md

14 KiB

હિબ્રૂઓના પત્રની પ્રસ્તાવના

ભાગ 1: સામાન્ય પ્રસ્તાવના

હિબ્રૂઓના પુસ્તકની રૂપરેખા

  1. ઈસુ ઈશ્વરના પ્રબોધકો અને દૂતો કરતાં ઉત્કૃષ્ટ છે (1:1-4:13)
  2. ઈસુ યાજકો કે જેઓ યરૂશાલેમના મંદિરમાં સેવા કરે છે તેઓ કરતાં ઉત્કૃષ્ટ છે (4:14-7:28)
  3. જૂનો કરાર જે ઈશ્વરે તેમના લોકો સાથે કર્યો હતો તેના કરતાં ઈસુનું સેવાકાર્ય ઉત્કૃષ્ટ છે (8:1-10:39)
  4. વિશ્વાસ કોના જેવો છે (11:1-40)
  5. ઈશ્વરને વિશ્વાસુ રહેવાનું ઉત્તેજન (12:1-29)
  6. સમાપનરૂપ પ્રોત્સાહનો અને અભિવાદનો (13:1-25)

હિબ્રૂઓનું પુસ્તક કોણે લખ્યું?

કોઈ જાણતું નથી કે હિબ્રૂઓનું પુસ્તક કોણે લખ્યું. સંભવિત રીતે જેઓ લેખક હોઈ શકે છે તેવા અલગ અલગ લોકો વિશે વિદ્વાનો સૂચન કરે છે. સંભવિત લેખકો પાઉલ, લૂક, અને બાર્નાબાસ હોઈ શકે છે. લખાણની તારીખની પણ કોઈ જાણકારી નથી. મોટા ભાગના વિદ્વાનો એવું માને છે કે તે ઈ.સ. 70 પહેલા લખાયું હતું. ઈ.સ. 70 માં યરૂશાલેમનો વિનાશ થયો, પરંતુ આ પત્રનો લેખક યરૂશાલેમ વિશે એવી રીતે વાત કરે છે જાણે કે તે હજી નાશ પામ્યું નથી.

હિબ્રૂઓનું પુસ્તક શેના વિશે છે?

હિબ્રૂઓના પુસ્તકમાં, લેખક દર્શાવે છે કે ઈસુએ જૂના કરારની ભવિષ્યવાણીઓને પરિપૂર્ણ કરી. આ દ્વારા લેખકનો હેતુ યહૂદી ખ્રિસ્તીઓને ઉત્તેજન આપવાનો તથા સમજાવવાનો હતો કે જૂનો કરારમાં જે કાંઈ લોકો માટે હતું તે સર્વ કરતાં ઈસુ શ્રેષ્ઠ છે. ઈસુ સંપૂર્ણ પ્રમુખ યાજક છે. ઈસુ સંપૂર્ણ બલિદાન પણ હતા. પ્રાણીઓના બલિદાન બિનઉપયોગી બન્યા કેમ કે ઈસુનું અર્પણ એકવારનું અને સર્વ સમય માટેનું હતું. તેથી, લોકો માટે ઈશ્વર દ્વારા સ્વીકૃત થવાનો એકમાત્ર માર્ગ ઈસુ જ છે.

આ પુસ્તકના શીર્ષકનો અનુવાદ કેવી રીતે થવો જોઈએ?

અનુવાદકો આ પુસ્તકને તેના પારંપારિક શીર્ષક, ""હિબ્રૂઓ""તરીકે રાખવાનું પસંદ કરી શકે છે. અથવા તેઓ સ્પષ્ટ શીર્ષક, જેમ કે ""હિબ્રૂઓને પત્ર"" અથવા ""યહૂદી ખ્રિસ્તીઓને પત્ર"" રાખવાનું પસંદ કરી શકે છે. (જુઓ: rc://*/ta/man/translate/translate-names)

ભાગ 2: મહત્વના ધાર્મિક અને સાંસ્કૃતિક ખ્યાલો

શું વાચકો બલિદાનો વિશે અને જૂના કરારના યાજકોના કાર્યની આવશ્યકતા વિશે જાણ્યા વિના આ પુસ્તકને સમજી શકે છે?

આ બાબતોને સમજ્યા વિના આ પુસ્તકને સમજવું વાચકો માટે ખૂબ મુશ્કેલ બનશે. અનુવાદકો જૂના કરારના કેટલાક ખ્યાલોને નોંધમાં અથવા આ પુસ્તકની પ્રસ્તાનામાં સમજાવવાનું વિચારી શકે છે.

હિબ્રૂઓના પુસ્તકમાં કેવી રીતે રક્તના ખ્યાલની રજૂઆત કેવી રીતે કરવામાં આવી છે?

[હિબ્રૂઓ9:7] (../../heb/09/07.md)થી શરુઆત કરતાં, ઇઝરાએલ સાથેના ઈશ્વરના કરાર પ્રમાણે અર્પણ કરવામાં આવેલ કોઈપણ પ્રાણીના મરણના રૂપક તરીકે મહદઅંશે રક્તના ખ્યાલની રજૂઆત કરવામાં આવી છે. ઈસુ ખ્રિસ્તના મરણને રજૂ કરવા માટે પણ લેખક રક્તનો ઉપયોગ કરે છે. ઈસુ સંપૂર્ણ અર્પણ બન્યા જેથી ઈશ્વર વિરુદ્ધ લોકોએ કરેલા પાપોની માફી ઈશ્વર લોકોને આપે. (જુઓ: rc://*/ta/man/translate/figs-metonymy)

શરૂઆતમાં હિબ્રૂઓ 9:19, લેખકે છંટકાવના વિચારનો પ્રતિકાત્મક ક્રિયા તરીકે ઉપયોગ કર્યો છે. જૂના કરારના યાજકો અર્પણ કરેલા પ્રાણીઓના રક્તનો છંટકાવ કરતા હતા. લોકો અથવા વસ્તુ પર અસરકારક દર્શાવવામાં આવતા પ્રાણીના મરણના લાભનું તે ચિહ્ન હતું. તે દર્શાવતુ હતું કે લોકો અથવા વસ્તુ ઈશ્વરને સ્વીકાર્ય હતા. (જુઓ: rc://*/ta/man/translate/translate-symaction)

ભાગ 3: અનુવાદને લગતા મહત્વના મુદ્દાઓ

યુએલટીમાં કેવી રીતે હિબ્રૂઓના પત્રમાંના ""પવિત્ર"" અને ""પવિત્ર કરવું""ના વિચારોને રજૂ કરવામાં આવ્યાં છે?

શાસ્ત્રો આવા શબ્દોનો ઉપયોગ વિવિધ વિચારોવાળા કોઈએક શબ્દને દર્શાવવા કરે છે. આ કારણે, અનુવાદકો માટે તેને યોગ્ય રીતે તેમની આવૃત્તિઓમાં દર્શાવવા મુશ્કેલ બને છે. અંગ્રેજીમાં અનુવાદ કરવામાં, યુએલટી નીચે પ્રમાણેના સિદ્ધાંતોનો ઉપયોગ કરે છે:

  • કેટલીકવાર ફકરામાં આપેલ અર્થ નૈતિક પવિત્રતાને સૂચવતો હોય છે. ખાસ કરીને સુવાર્તાને સમજવા એ વાસ્તવિકતાને સમજવી મહત્વની છે કે ખ્રિસ્તીઓ ઈસુ ખ્રિસ્ત સાથે જોડાયેલા છે તેથી ઈશ્વર ખ્રિસ્તીઓને પાપરહિત જુએ છે. બીજી સંબંધિત વાસ્તવિકતા એ છે કે ઈશ્વર સંપૂર્ણ અને દોષરહિત છે. ત્રીજી વાસ્તવિકતા એ છે કે ખ્રિસ્તીઓએ પોતાની જીવનશૈલી દોષરહિત,ખામીરહિત રાખવી જોઈએ. આ કિસ્સાઓમાં, યુએલટી ""પવિત્ર,"" ""પવિત્ર ઈશ્વર,"" ""પવિત્ર વ્યક્તિઓ,"" અથવા ""પવિત્ર લોકો""નો ઉપયોગ કરે છે.
  • કેટલીકવાર ખ્રિસ્તીઓ દ્વારા ભજવાયેલ કોઈપણ પ્રકારની ભૂમિકાને સૂચિત કર્યા સિવાય પણ ખ્રિસ્તીઓના સંદર્ભનો સામાન્ય સમાવેશ અર્થમાં થાય છે. આ બાબતોમાં, યુએલટી ""વિશ્વાસી"" અથવા ""વિશ્વાસીઓ""નો ઉપયોગ કરે છે. (જુઓ: 6:10; 13:24)
  • ઈશ્વર માટે જ કોઈકને અથવા કંઈક અલગ કરાયું છે તે ખ્યાલનો સમાવેશ કેટલીકવાર અર્થમાં થાય છે. આ બાબતોમાં, યુએલટી ""પવિત્ર કરવું,"" ""અલગ કરવું,"" ""ને સમર્પિત,"" અથવા ""માટે આરક્ષિત""નો ઉપયોગ કરે છે. (જુઓ: 2:11: 9:13; 10:10, 14, 29; 13:12)

આ વિચારોને કેવી રીતે પોતાની આવૃત્તિઓમાં રજૂ કરવા એવું જો અનુવાદકો વિચારતા હોય તો યુએસટી પણ મદદરૂપ બની શકે છે.

હિબ્રૂઓના પુસ્તકના લખાણમાં મુખ્ય મુદ્દાઓ કયા છે?

નીચેની કલમો માટે, બાઈબલની આધુનિક આવૃત્તિઓ જૂની આવૃત્તિઓ કરતાં ભિન્ન છે. યુએલટી લખાણ આધુનિક વાંચન ધરાવે છે અને જૂના વાંચનને પાનાંની નીચે નોંધમાં મૂકે છે. વાચકોના ભૌગોલિક પ્રદેશની ભાષામાં જો બાઈબલનું અનુવાદ ઉપલબ્ધ હોય, તો અનુવાદકોએ તે આવૃત્તિમાંના વાંચનને લક્ષમાં લેવું જોઈએ. જો નથી,તો અનુવાદકોને આધુનિક આવૃત્તિનો ઉપયોગ કરવાની સલાહ આપવામાં આવે છે.

  • ""તમે તેમના પર ગૌરવ તથા માનનો મુગટ મૂક્યો છે"" (2:7). કેટલીક જૂની આવૃત્તિઓમાં આ પ્રમાણે નોંધવામાં આવ્યું છે, ""તમે તેમના પર ગૌરવ તથા માનનો મુગટ મૂક્યો છે અને તમારા હાથના કામ પર તેમને અધિકાર આપ્યો છે.""
  • ""જેઓ આધીન થયા તેઓની સાથે તેઓ વિશ્વાસમાં એક થયા નહીં"" (4:2). કેટલીક જૂની આવૃત્તિઓમાં આ પ્રમાણે છે, ""જેઓએ તે સાંભળ્યુ તેઓ તેની સાથે વિશ્વાસથી જોડાયા નહીં.""
  • ""જે સારી બાબતો આવી તેના પ્રમુખ યાજક તરીકે ખ્રિસ્ત આવ્યા"" (9:11). કેટલીક આધુનિક અને જૂની આવૃત્તિ આ પ્રમાણે જણાવે છે, ""ખ્રિસ્ત આવનાર સારી બાબતોના પ્રમુખ યાજક તરીકે આવ્યા.""
  • ""જેઓ કેદીઓ હતા તેઓ પર"" (10:34). કેટલીક જૂની આવૃત્તિ આ પ્રમાણે જણાવે છે, ""મારી સાંકળોમાં મારા વિશે.""
  • ""તેઓને પથ્થરો મારવામાં આવ્યા. તેઓને વહેરીને બે કરવામાં આવ્યા. તેઓને તલવારથી મારી નાખવામાં આવ્યા"" (11:37). કેટલીક જૂની આવૃત્તિઓ આ પ્રમાણે જણાવે છે, ""તેઓને પથ્થરો મારવામાં આવ્યા. તેઓને વહેરીને બે કરવામાં આવ્યા. તેઓનું પરીક્ષણ કરવામાં આવ્યું. તેઓને તલવારથી મારી નાખવામાં આવ્યા.""
  • ""જો પ્રાણી પણ પર્વતને અડકે, તો તે પથ્થર વડે માર્યું જાય"" (12:20). કેટલીક જૂની આવૃત્તિ આ પ્રમાણે જણાવે છે, ""જો પ્રાણી પણ પર્વતને અડકે, તો તે પથ્થરે માર્યું જાય અથવા તીર વડે માર્યું જાય.""

(જુઓ: rc://*/ta/man/translate/translate-textvariants)