gu_tn/heb/12/18.md

2.8 KiB

General Information:

તું"" અને ""તમે"" શબ્દો હિબ્રૂ વિશ્વાસીઓનો ઉલ્લેખ કરે છે જેઓને લેખકે પત્ર લખ્યો છે. ""તેઓ"" શબ્દ ઇઝરાએલી લોકો, જેઓને મૂસાએ મિસરમાંથી બહાર કાઢ્યા અને દોર્યા, તેઓનો ઉલ્લેખ કરે છે. પ્રથમ અવતરણ મૂસાના લખાણોમાંથી લેવાયેલ છે. હિબ્રૂના પત્રના આ ભાગમાં ઈશ્વર પ્રગટ કરે છે કે મૂસાએ કહ્યું કે પર્વત તરફ જોતાં તે ધ્રુજી ગયો.

Connecting Statement:

નિયમ હેઠળ જીવતાં મૂસાના સમયના વિશ્વાસીઓ પાસે શું હતું અને ઈસુ પાસે આવવા દ્વારા નવા કરાર હેઠળ વર્તમાન સમયના વિશ્વાસીઓ પાસે શું છે તેનો વિરોધાભાસ લેખક અહીં દર્શાવે છે. કેવી રીતે ઈશ્વરે સિનાઈ પર્વત પર ઇઝરાએલીઓને દર્શન આપ્યું હતું તે વિશેનું વર્ણન કરી ઇઝરાએલીઓના અનુભવને લેખક સમજાવે છે.

For you have not come to a mountain that can be touched

ગર્ભિત માહિતીને સ્પષ્ટપણે દર્શાવી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""કેમ કે જેમ ઇઝરાએલના લોક પર્વતને સ્પર્શવા આવ્યા હતા, તેમ તમે આવ્યા નથી"" (જુઓ: rc://*/ta/man/translate/figs-explicit)

that can be touched

તેનો અર્થ એ છે કે ખ્રિસ્ત પર વિશ્વાસ રાખતા વિશ્વાસીઓ, સિનાઈ પર્વત સમાન ભૌતિક પર્વત કે જેને વ્યક્તિ જોઈ કે સ્પર્શી શકે, તેની પાસે આવ્યા નથી. આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""જેને વ્યક્તિ સ્પર્શી શકે"" અથવા ""જેને લોકો તેમની સંવેદના દ્વારા સમજી શકે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)