gu_tn/heb/05/intro.md

2.4 KiB

હિબ્રૂઓ 05 સામાન્ય નોંધો

માળખું અને બંધારણ

આ અધ્યાય પાછલાં અધ્યાયનાં શિક્ષણના સાતત્યમાં છે.

કેટલાક અનુવાદો કવિતાની દરેક પંક્તિને દૂર જમણી તરફ બીજા લખાણથી અલગ દર્શાવે છે જેથી વાંચવામાં સરળતા રહે. 5:5-6 જે જૂના કરારના શબ્દો છે તે સબંધી યુએલટી આ પ્રમાણે ગોઠવણ કરે છે.

ઈશ્વર લોકોને તેઓના પાપોની ક્ષમા આપે તે માટે અર્પણો કેવળ પ્રમુખ યાજકે જ અર્પણ કરવાના હતા અને તેથી ખરા અર્થમાં લોકોના પાપોની માફીનો માર્ગ બનવા માટે ઈસુએ પણ પ્રમુખ યાજક બનવું જ પડે તેવી જરૂરીયાત હતી. મૂસાનો નિયમ આજ્ઞા કરતો હતો કે પ્રમુખ યાજક લેવીના કુળમાંથી હોવો જોઈએ, પરંતુ ઈસુ યહૂદાના કુળમાંથી હતા. ઈશ્વરે તેમને મલ્ખીસેદેક યાજક, જે લેવીનું કુળ અસ્તિત્વમાં આવ્યું તે પહેલાનાં ઇબ્રાહિમના સમયમાં જીવિત હતા, તે મલ્ખીસેદેક યાજકના ધારા પ્રમાણે યાજક બનાવ્યા.

આ અધ્યાયમાંના મહત્વના શબ્દાલંકાર

દૂધ અને ભારે ખોરાક

જે રીતે બાળકો કેવળ દૂધ પીએ છે અને ભારે ખોરાક ખાઈ શકતા નથી તે જ પ્રમાણે ઈસુ વિશેની કેવળ સરળ બાબતો જ સમજવા સમર્થ ખ્રિસ્તીઓની વાત લેખક કરે છે. (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)