gu_tn/heb/03/intro.md

2.1 KiB

હિબ્રૂઓ 03 સામાન્ય નોંધો

માળખું અને બંધારણ

કેટલાક અનુવાદો કવિતાની દરેક પંક્તિને દૂર જમણી તરફ બીજા લખાણથી અલગ દર્શાવે છે જેથી વાંચવામાં સરળતા રહે. 3:7-11,15 માં જે જૂના કરારના શબ્દો છે તે સબંધી યુએલટી આ પ્રમાણે કરે છે.

આ અધ્યાયમાંના વિશિષ્ટ ખ્યાલો

ભાઈઓ

""ભાઈઓ"" શબ્દનો ઉપયોગ દ્વારા લેખક કદાચ, જેઓનો ઉછેર યહૂદીઓ તરીકે થયો છે તે ખ્રિસ્તીઓનો ઉલ્લેખ કરે છે.

આ અધ્યાયમાંના મહત્વના શબ્દાલંકાર

તમારાં કઠણ હ્રદયોને

વ્યક્તિ કે જે પોતાના હ્રદયને કઠણ કરે છે તે વ્યક્તિ ઈશ્વરનું સાંભળશે નહીં કે તેમને આધીન થશે નહીં. (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)

અલંકારિક પ્રશ્નો

લેખક તેના વાચકોને ચેતવણી આપવાના ભાગરૂપે અલંકારિક પ્રશ્નોનો ઉપયોગ કરે છે. તે અને વાચકો, બંને પ્રશ્નોના જવાબો જાણે છે, અને લેખક જાણે છે કે જ્યારે વાચકો પ્રશ્નોના જવાબો વિશે વિચારશે, ત્યારે તેઓને માલૂમ પડશે કે તેઓએ ઈશ્વરનું સાંભળવું જોઈએ અને તેમને આધીન થવું જોઈએ.