gu_tn/heb/01/03.md

3.7 KiB

the brightness of God's glory

તેમના મહિમાનો પ્રકાશ. ઈશ્વરના મહિમાને ઘણાં તેજસ્વી પ્રકાશની ઉપમા સાથે સાંકળવામાં આવેલ છે. લેખક એમ કહી રહ્યો છે કે પુત્ર તે પ્રકાશને ધારણ કરે છે અને સંપૂર્ણપણે ઈશ્વરનો મહિમા પ્રગટ કરે છે.

glory, the exact representation of his being

મહિમા, ઈશ્વરના અસ્તિત્વની પ્રતિકૃતિ. ""તેમના અસ્તિત્વનું ચોક્કસ પ્રતિનિધિત્વ"" એ ""ઈશ્વરના મહિમાની તેજસ્વીતા""ના અર્થમાં સમાન છે. પુત્ર એ ઈશ્વરના ચારિત્ર્ય અને સત્વનું પ્રતિનિધિત્વ કરે છે અને ઈશ્વર જે છે તે સઘળું સંપૂર્ણપણે રજૂ કરે છે. વૈકલ્પિક ભાષાંતર: ""મહિમામાં ઈશ્વર સમાન જ છે"" અથવા ""મહિમા, જે ઈશ્વર માટે સત્ય છે તે જ મહિમા, પુત્ર માટે પણ સત્ય છે

the word of his power

તેમનો સામર્થ્યવાન શબ્દ. અહીં ""શબ્દ"" સંદેશનો અથવા આજ્ઞાનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક ભાષાંતર: ""તેમની સામર્થ્યવાન આજ્ઞા"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metonymy)

After he had made cleansing for sins

અમૂર્ત નામ (ભાવવાચક સંજ્ઞા) ""શુદ્ધતા""ને ક્રિયાપદ તરીકે વ્યક્ત કરી શકાય છે: ""શુદ્ધ બનાવવું."" વૈકલ્પિક ભાષાંતર: ""તેમણે આપણને પાપોમાંથી શુદ્ધ કર્યા પછી"" અથવા""તેમણે આપણને પાપોથી શુદ્ધ કરી લીધા પછી"" (જુઓ: rc://*/ta/man/translate/figs-abstractnouns)

he had made cleansing for sins

માફ કરવા વિશે લેખક એવી રીતે બોલે છે જાણે કે તે વ્યક્તિને શુદ્ધ કરતું હોય. વૈકલ્પિક ભાષાંતર: ""ઈશ્વર આપણાં પાપો માફ કરે તેવું શક્ય તેમણે બનાવ્યું"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)

he sat down at the right hand of the Majesty on high

ઈશ્વરના જમણા હાથે બેસવું"" એ ઈશ્વર પાસેથી મોટું માન તથા અધિકાર પ્રાપ્ત કરવાની પ્રતિકાત્મક ક્રિયા છે. વૈકલ્પિક ભાષાંતર: ""તેઓ ઊંચે ગૌરવની બાજુમાં માન તથા અધિકારના સ્થાને બેઠા"" (જુઓ: rc://*/ta/man/translate/translate-symaction)

the Majesty on high

અહીં ""ગૌરવ"" એ ઈશ્વરનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક ભાષાંતર: ""સર્વોપરી ઈશ્વર"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metonymy)