gu_tn/gal/05/01.md

3.3 KiB

Connecting Statement:

પાઉલ આ દૃષ્ટાંત રૂપકનો ઉપયોગ કરીને વિશ્વાસીઓને યાદ અપાવે છે કે તેઓએ ખ્રિસ્તની સ્વતંત્રતામાં દ્રઢ રહેવું કારણ કે જેમ પોતા પર તેમ પોતાના પડોશી પર પ્રીત કરવામાં સમગ્ર નિયમશાસ્ત્રનો સમાવેશ થાય છે.

For freedom Christ has set us free

ખ્રિસ્તે આપણને સ્વતંત્ર કર્યા છે તેથી આપણે સ્વતંત્ર છીએ. તે સૂચવે છે કે ખ્રિસ્તે વિશ્વાસીઓને જૂના કરારથી (મૂસા દ્વારા અપાયેલ નિયમશાસ્ત્રના રીતીરીવાજો, પર્વો, યજ્ઞો, પ્રણાલિકાઓથી) સ્વતંત્ર કર્યા છે. અહીં ‘જૂના કરારથી સ્વતંત્રતા’ એ એક રૂપક છે કે જેનો અર્થ છે કે નિયમશાસ્ત્રનું પાલન કરવા માટે બંધાયેલ નથી. વૈકલ્પિક ભાષાંતર: ""ખ્રિસ્તે આપણને જૂના કરારથી સ્વતંત્ર કર્યા છે કે જેથી આપણે સ્વતંત્ર થઈ શકીએ"" અથવા ""ખ્રિસ્તે આપણને સ્વતંત્ર કર્યા છે કે જેથી આપણે સ્વતંત્ર લોકો તરીકે જીવી શકીએ"" (જુઓ: [[rc:///ta/man/translate/figs-explicit]] અને[[rc:///ta/man/translate/figs-metaphor]])

Stand firm

અહીં ‘દ્રઢ રહેવું’ સૂચવે છે કે ફરી ના જવા માટે મક્કમ રહેવું. તેઓ કેવી રીતે ફરી નહીં જાય, તે સ્પષ્ટ રીતે કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""જે લોકો કંઇક અલગ શીખવે છે તેમની દલીલોથી ભરમાવું નહીં"" અથવા ""સ્વતંત્ર રહેવા માટે દ્રઢ રહો"" (જુઓ: [[rc:///ta/man/translate/figs-metaphor]] અને[[rc:///ta/man/translate/figs-explicit]])

do not again be put under the control of a yoke of slavery

અહીં દાસત્વની ઝૂંસરીના નિયંત્રણ હેઠળ હોવાને નિયમનું પાલન કરવા માટે જવાબદાર હોવા તરીકે દર્શાવાયું છે. વૈકલ્પિક ભાષાંતર: ""જેમ કે કોઈ વ્યક્તિ નિયમના દાસત્વની ઝૂંસરી હેઠળ જીવે છે તેમ તમે જીવશો નહીં"" (જુઓ: [[rc:///ta/man/translate/figs-metaphor]] અને[[rc:///ta/man/translate/figs-explicit]])