gu_tn/gal/03/intro.md

3.3 KiB

ગલાતી ૦૩ સામાન્ય નોંધો

આ અધ્યાયમાં વિશિષ્ટ વિચારો

ખ્રિસ્તમાં સમાનતા

ખ્રિસ્તમાં બધા ખ્રિસ્તીઓ એકસમાન રીતે જોડાયેલ છે. વંશ, લિંગ અને સામાજિક દરજજાથી કોઈ ફર્ક પડતો નથી. બધા એકબીજા સાથે સમાન છે. બધા ઈશ્વરની દ્રષ્ટિમાં સમાન છે.

આ અધ્યાયમાં મહત્વના અલંકારો

અલંકારિક પ્રશ્નો

આ અધ્યાયમાં પાઉલ ઘણાં જુદા જુદા અલંકારિક પ્રશ્નોનો ઉપયોગ કરે છે. તે પ્રશ્નોનો ઉપયોગ તેણે ગલાતીઓને તેમના પાપ વિશે પાકી ખાતરી કરાવવા માટે કર્યો. (જુઓ: [[rc:///ta/man/translate/figs-rquestion]] અને[[rc:///tw/dict/bible/kt/sin]])

આ પત્રમાં અન્ય શક્ય એવા મુશ્કેલ અનુવાદો

દેહ

આ એક જટિલ મુદ્દો છે. “દેહ” સંભવતઃ આપણા પાપી સ્વભાવ માટેનું એક રૂપક છે. પાઉલ એવું શીખવતો નથી કે માણસનો શારીરિક ભાગ પાપી છે. આ અધ્યાયમાં આધ્યાત્મિકતાના વિપરીત શબ્દ તરીકે “દેહ”નો ઉપયોગ થાય છે. (જુઓ: rc://*/tw/dict/bible/kt/flesh)

""વિશ્વાસના લોકો ઈબ્રાહમનાં સંતાનો છે""

આનો અર્થ શું થાય છે તે વિશે વિદ્વાનોમાં મતભેદ છે. કેટલાક માને છે કે ઈશ્વરે જે વચનો ઈબ્રાહીમને આપ્યા તેનો વારસો હવે ખ્રિસ્તીઓ ધરાવે છે અને તેમ તેઓ ઇઝરાયેલના શારીરિક વંશજોનું સ્થાન લે છે. અન્ય વિદ્વાનો માને છે કે ખ્રિસ્તીઓ આધ્યાત્મિક રીતે ઈબ્રાહીમને અનુસરે છે પરંતુ ઈશ્વરે જે વચનો ઈબ્રાહીમને આપ્યા તેનો વારસો તેઓ ધરાવતા નથી. પાઉલના અન્ય ઉપદેશોના પ્રકાશમાં અને અહીંના સંદર્ભને ધ્યાનમાં રાખીને, પાઉલ કદાચ યહૂદી અને વિદેશી ખ્રિસ્તીઓ વિશે લખે છે કે તેઓ ઈબ્રાહીમની જેમ સમાન વિશ્વાસ ધરાવે છે. (જુઓ: [[rc:///tw/dict/bible/kt/spirit]] અને[[rc:///ta/man/translate/figs-metaphor]])