gu_tn/gal/03/01.md

2.7 KiB

General Information:

પાઉલ એક અલંકારિક પ્રશ્ન દ્વારા ગલાતીઓને ઠપકો આપી રહ્યો છે.

Connecting Statement:

ગલાતીઆના વિશ્વાસીઓને પાઉલ યાદ અપાવે છે કે તેઓએ ઈશ્વર દ્વારા અપાયેલ નિયમશાત્રનું પાલન કરવા યત્ન કર્યો તેથી નહીં પરંતુ તેઓએ સુવાર્તાના સંદેશ પર વિશ્વાસ કર્યો તેથી ઈશ્વરે તેમને ઈશ્વરનો આત્મા આપ્યો.

Who has put a spell on you?

પાઉલ કટાક્ષ અને અલંકારિક પ્રશ્નનો ઉપયોગ કરીને કહે છે કે કોઈએ ગલાતીઓને ભરમાવ્યા હોય તેમ તેઓ વર્તે છે. કોઈએ તેમને ભરમાવ્યા હોય તેવું તે ખરેખર માનતો ન હતો. વૈકલ્પિક ભાષાંતર: ""તમે એવું વર્તન કરો છો જાણે કે કોઈએ તમને ભરમાવ્યા હોય.” (જુઓ: [[rc:///ta/man/translate/figs-irony]] અને[[rc:///ta/man/translate/figs-rquestion]])

put a spell on you

તમારા પર જાદુક્રિયા કરવામાં આવી છે અથવા “તમારા પર મેલીવિદ્યા કરવામાં આવી છે”

It was before your eyes that Jesus Christ was publicly displayed as crucified

વધસ્તંભે જડાયેલ ખ્રિસ્ત વિશેના તેના સ્પસ્ટ શિક્ષણ વિશે પાઉલ એ રીતે વાત કરે છે જાણે કે વધસ્તંભે જડાયેલ ખ્રિસ્ત વિશેનું એક ચિત્ર તેણે જાહેરમાં મૂક્યું હોય. અને ગલાતીઓએ તે ચિત્ર જોયું હોય તે રીતે વાત કરતાં પાઉલ દર્શાવે છે કે તેના શિક્ષણને ગલાતીઓએ સાંભળ્યું છે. વૈકલ્પિક ભાષાંતર: “વધસ્તંભે જડાયેલ ખ્રિસ્ત વિશેનું શિક્ષણ તમે પોતે સાંભળ્યું છે” (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)