gu_tn/gal/01/intro.md

3.9 KiB

ગલાતી ૦૧ સામાન્ય નોંધો

માળખું અને વ્યવસ્થા

પાઉલે તેના બીજા પત્રો કરતા આ પત્રને અલગ રીતે લખવાની શરૂઆત કરે છે. તે ઉમેરે છે કે “હું પાઉલ પ્રેરિત, જે માણસોથી કે માણસથી નહીં પણ ઈસુ ખ્રિસ્તથી તથા ઈશ્વર પિતા જેમણે તેમને મૂએલાંમાંથી ઉઠાડયા તેથી નિમાયેલો.” અહીં પાઉલ દ્વારા આ સત્ય દર્શાવવાનું કારણ કદાચ એ હતું કે જૂઠા શિક્ષકો તેનો વિરોધ કરતા હતા અને તેના અધિકારને નબળો પાડવાનો પ્રયત્ન કરી રહ્યા હતા.

આ પત્રમાંના વિશિષ્ટ ખ્યાલો

વિરુદ્ધ મત

બાઈબલની સત્ય સુવાર્તા દ્વારા ઈશ્વર સદાકાળને માટે લોકોને બચાવે છે. સુવાર્તાના આ સંસ્કરણ સિવાય સુવાર્તાના અન્ય સંસ્કરણોને ઈશ્વર ખોટા ઠેરવે છે. જેઓ ખોટી સુવાર્તા શીખવે છે તેઓ ઈશ્વર દ્વારા શાપિત થાય તેવી માંગણી પાઉલ કરે છે. તેઓ તારણ પામેલા નથી. તેઓ બિન-ખ્રિસ્તીઓ છે તેમ માની તેઓ સાથે વર્તવું જોઈએ. (જુઓ: [[rc:///tw/dict/bible/kt/save]], [[rc:///tw/dict/bible/kt/eternity]], [[rc:///tw/dict/bible/kt/goodnews]] અને[[rc:///tw/dict/bible/kt/condemn]] અનેrc://*/tw/dict/bible/kt/curse)

પાઉલની લાયકાત

શરૂઆતની મંડળીના કેટલાક લોકો એવું શીખવતા હતા કે વિદેશીઓને મૂસાના નિયમશાસ્ત્રનું પાલન કરવાની જરૂર છે. આ શિક્ષણનું ખંડન કરવા માટે, કલમ ૧૩-૧૬ માં પાઉલ સમજાવે છે કે કેવી રીતે તે અગાઉ ઝનૂની યહૂદી હતો. પરંતુ તેમ છતાં સત્ય સુવાર્તા દ્વારા ઈશ્વરે તેને બચાવવો જરૂરી હતો અને તેને સત્ય સુવાર્તા જણાવવી જરૂરી હતી. યહૂદી તરીકે, અને વિદેશી લોકો માટેના પ્રેરિત તરીકે આ પ્રશ્નોને સંબોધવા માટે પાઉલ વિશિષ્ટ રીતે યોગ્ય હતો. (જુઓ: rc://*/tw/dict/bible/kt/lawofmoses)

આ અધ્યાયમાં બીજા શક્ય અનુવાદોની મુશ્કેલીઓ

""તમે એટલા બધા વહેલા જુદી સુવાર્તા તરફ ફરી રહ્યા છો”

શાસ્ત્રમાં ગલાતીઓનો પત્ર પાઉલના શરૂઆતના પત્રોમાંનો એક પત્ર છે. તે દર્શાવે છે કે શરૂઆતની મંડળીમાં પણ જુઠ્ઠા શિક્ષણની મુશ્કેલીઓ હતી. (જુઓ: rc://*/ta/man/translate/figs-explicit)