gu_tn/col/02/intro.md

2.4 KiB

કલોસ્સીઓ ૦૨ સામાન્ય નોંધો

આ અધ્યાયમાંના વિશેષ ખ્યાલો

સુન્નત અને બાપ્તિસ્મા

૧૧ અને ૧૨ કલમોમાં પાઉલ ખ્રિસ્તીઓ કેવી રીતે ખ્રિસ્તની સાથે જોડાયેલા છે અને પાપમાંથી મુક્ત કરવામાં આવેલ છે તે બતાવવા માટે જૂના કરારનું સુન્નતનું ચિહ્ન અને નવા કરારનું બાપ્તિસ્માનું ચિહ્ન એમ બંનેનો ઉપયોગ કરે છે.

આ અધ્યાયમાં અન્ય સંભવિત અનુવાદ સમસ્યાઓ

દેહ

આ એક જટિલ મુદ્દો છે. ""દેહ"" એ સંભવતઃ આપણા પાપી સ્વભાવ માટે એક રૂપક છે. પાઉલ એ નથી શીખવતો કે મનુષ્યનો શારીરિક ભાગ એ પાપી છે. પાઉલ એવું શીખવતા દેખાય છે કે જ્યારે આપણે ખ્રિસ્તીઓ જીવંત (""દેહમાં”) છીએ, ત્યારે જો કે આપણે પાપ કરીશું પરંતુ આપણો નવો સ્વભાવ તે જૂના સ્વભાવ સાથે લડતો રહેશે. પાઉલ આ અધ્યાયમાં ""દેહ"" નો ઉપયોગ શારીરિક શરીરનો ઉલ્લેખ કરવા માટે પણ કરે છે.

ગર્ભિત માહિતી

પાઉલ આ અધ્યાયમાં કેટલાક મુદ્દાઓનો ઉલ્લેખ કરે છે જે કલોસ્સીમાંની મંડળીના સંદર્ભ વિશેની માહિતી સૂચિત કરે છે. તે સૂચિત માહિતીની વાસ્તવિક વિગતો પરત્વે શાસ્ત્રભાગ ધ્યાન ના આપે તે અભિગમ શ્રેષ્ઠ છે. (જુઓ: rc://*/ta/man/translate/figs-explicit)