gu_tn/act/front/intro.md

9.1 KiB

પ્રેરિતોનાં કૃત્યોનો પરિચય

ભાગ 1: સામાન્ય પરિચય

પ્રેરિતોનાં કૃત્યોના પુસ્તકની રૂપરેખા

  1. મંડળીની શરૂઆત અને તેનું સેવાકાર્ય (1:1-2:41)
  2. યરૂશાલેમની શરૂઆતની મંડળી (2:41-6:7)
  3. વધતો વિરોધ અને સ્તેફનની શહાદત (6:8-7:60)
  4. મંડળીની સતાવણી અને ફિલિપનું સેવાકાર્ય (8:1-40)
  5. પાઉલ પ્રેરિત બને છે (9:1-31)
  6. પિતરનું સેવાકાર્ય અને પ્રથમ વિદેશીનું બદલાણ (9:32-12:24)
  7. પાઉલ, વિદેશીઓ માટેનો પ્રેરિત, યહૂદી નિયમશાસ્ત્ર અને યરૂશાલેમની મંડળીની સભાનો આગેવાન (12:25-16:5)
  8. મધ્ય ભૂમધ્ય વિસ્તાર અને નાના એશિયા માઇનોર વિસ્તારમાંની મંડળીનો ફેલાવો (16:6-19:20) 1 પાઉલ યરૂશાલેમની મુસાફરી કરે છે અને રોમમાં બંદીવાન થાય છે (19:21-28:31)

પ્રેરિતોનું પુસ્તક શેના વિશે છે?

પ્રેરિતોનું પુસ્તક શરૂઆતની મંડળી વિશે અને વધારે ને વધારે લોકો વિશ્વાસીઓ બન્યા તેનું વર્ણન કરે છે. પવિત્ર આત્માનું કાર્ય પહેલાના ખ્રિસ્તીઓમાં થયું તેનું સામર્થ્ય રજૂ કરે છે. આ પુસ્તકની ઘટનાઓ ત્યારે શરૂ થઈ જ્યારે ઈસુ સ્વર્ગમાં પાછા ગયા અને લગભગ ત્રીસ વર્ષ પછી સમાપ્ત થઈ.

આ પુસ્તકનું શીર્ષક કેવી રીતે અનુવાદ કરવું જોઈએ?

અનુવાદકો આ પુસ્તકને તેના પરંપરાગત શીર્ષક દ્વારા કહેવાનું પસંદ કરી શકે છે, ""પ્રેરિતોનાં કૃત્યો."" અથવા અનુવાદકો સ્પષ્ટ શીર્ષક પસંદ કરી શકે છે, ઉદાહરણ તરીકે, ""પ્રેરિતો મારફતે પવિત્ર આત્માના કાર્યો.""

પ્રેરિતોનાં કૃત્યોનું પુસ્તક કોણે લખ્યું? આ પુસ્તક લેખકનું નામ જણાવતું નથી. જો કે, તે થિયોફિલને સંબોધિત કરવામાં આવે છે, આ તે જ વ્યક્તિ જેને સંબોધિને લૂકની સુવાર્તા લખવામાં આવી હતી. આ ઉપરાંત, પુસ્તકના ભાગોમાં લેખક ""અમે"" શબ્દનો ઉપયોગ કરે છે. આ સૂચવે છે કે લેખકે પાઉલ સાથે મુસાફરી કરી હતી. મોટાભાગના વિદ્વાનો માને છે કે આ વ્યક્તિ લૂક હતો જે પાઉલ સાથે મુસાફરી કરી રહ્યો હતો. તેથી, શરૂઆતના ખ્રિસ્તી સમયથી, મોટાભાગના ખ્રિસ્તીઓએ વિચાર્યું કે લૂક એ પ્રેરિતોનાં કૃત્યો અને લૂકની સુવાર્તાનો લેખક છે.

લૂક એક વૈદ હતો. તેની લખવાની રીત બતાવે છે કે તે એક શિક્ષિત માણસ હતો. તે કદાચ એક વિદેશી હતો. પ્રેરિતોનાં કૃત્યોમાં વર્ણવેલ ઘણી ઘટનાઓ તેણે નિહાળી હતી.

ભાગ 2: મહત્વપૂર્ણ ધાર્મિક અને સાંસ્કૃતિક ખ્યાલો

મંડળી શું છે?

મંડળી એવા લોકોનું જૂથ છે જેઓ ખ્રિસ્તમાં વિશ્વાસ કરે છે. મંડળીમાં યહૂદી અને વિદેશી વિશ્વાસીઓ બંનેનો સમાવેશ થાય છે. આ પુસ્તકની ઘટનાઓ દર્શાવે છે કે ઈશ્વર તેઓને મદદ કરે છે. તેમણે વિશ્વાસીઓને તેમના પવિત્ર આત્મા દ્વારા ન્યાયી જીવન જીવવા માટે પ્રોત્સાહન પુરા પાડ્યા.

ભાગ 3: અનુવાદ અંગેના અગત્યના મુદ્દાઓ

પ્રેરિતોનાં કૃત્યોના લખાણમાં મુખ્ય મુદ્દાઓ કયા છે?

પ્રેરિતોનાં કૃત્યોમાં સૌથી મહત્વપૂર્ણ લખાણના મુદ્દાઓ આ છે:

નીચેની કલમો બાઈબલના જૂના સંસ્કરણોમાં જોવા મળે છે, પરંતુ તે બાઈબલની શ્રેષ્ઠ પ્રાચીન નકલોમાં જોવા મળતી નથી. કેટલાક આધુનિક સંસ્કરણો કલમોને ચોરસ કૌંસમાં મૂકે છે. યુએલટી અને યુએસટી એ તેમને પાદનોંધમાં મૂક્યા છે.

  • ""ફિલિપે કહ્યું, 'જો તું તારા પુરા હ્રદયથી વિશ્વાસ કરે છે, તો તારે બાપ્તિસ્મા લેવું જોઈએ.' હબશીએ જવાબ આપ્યો, 'હું માનું છું કે ઈસુ ખ્રિસ્ત ઈશ્વરનો પુત્ર છે.' ""(પ્રેરિતોનાં કૃત્યો 8:37).
  • ""પરંતુ સિલાસને ત્યાં રહેવાનું સારું લાગ્યું."" (પ્રેરિતોનાં કૃત્યો 15:34)
  • “અને અમે અમારા નિયમ અનુસાર તેનો ન્યાય કરવા માગતા હતા. પરંતુ લુસિયાસ, અધિકારી, આવ્યો અને તેને બળજબરીથી અમારા હાથમાંથી લઈ ગયો, તેને તમારી પાસે મોકલી દીધો."" (પ્રેરિતોનાં કૃત્યો 24:6b-8a)
  • “જ્યારે તેણે આ વાત કહી, ત્યારે યહૂદીઓ મોટા વિખવાદ સાથે વિદાય થયા. (પ્રેરિતોનાં કૃત્યો 28:29)

નીચેની કલમોમાં, મૂળ લખાણે શું કહ્યું છે તે અસ્પષ્ટ છે. અનુવાદકોને પસંદ કરવાનું છે કે કયું વાંચનનું લખાણ અનુવાદ કરવું. યુએલટી પાસે પ્રથમ વાંચન છે, પરંતુ બીજા વાંચનને પાદનોંધમાં સમાવેશ કર્યો છે.

  • ""તેઓ યરૂશાલેમથી પાછા ફર્યા"" (પ્રેરિતોનાં કૃત્યો 12:25). કેટલાક સંસ્કરણો વાંચે છે કે, ""તેઓ યરૂશાલેમ પાછા ફર્યા (અથવા ત્યાં).""
  • ""તે તેમની સાથે રહ્યો"" (પ્રેરિતોનાં કૃત્યો 13:18). કેટલાક સંસ્કરણો વાંચે છે કે, ""તે તેઓની સંભાળ રાખે છે.""
  • ""ઈશ્વર આ કહે છે કે, જેણે આ બાબતો કરી છે તે પ્રાચીન સમયોથી જાણીતી છે."" (પ્રેરિતોનાં કૃત્યો 15:17-18). કેટલાક જૂના સંસ્કરણો વાંચે છે, ""ઈશ્વર આ કહે છે, તેમના સર્વ કાર્યો જે પ્રાચીન સમયોથી જાણીતા છે.""

(જુઓ: rc://*/ta/man/translate/translate-textvariants)