gu_tn/act/23/intro.md

3.5 KiB

પ્રેરિતોનાં કૃત્યો 23 સામાન્ય નોંધો

માળખું અને બંધારણ

કેટલાક અનુવાદો જૂના કરારમાંના અવતરણને બાકીના લખાણની તુલનાએ પાનાં પર જમણી બાજુએ સુયોજિત કરે છે. યુએલટી આ પ્રમાણે અવતરણમાં મૂકેલ 23:5 માં દર્શાવેલ સામગ્રી સાથે આવું કરે છે.

આ અધ્યાયમાંના વિશિષ્ટ ખ્યાલો

મૂએલાંઓનું પુનરુત્થાન

ફરોશીઓ માને છે કે લોકોના મૃત્યુ પછી, તેઓ ફરીથી જીવિત થાય છે અને ઈશ્વર તેમને ઇનામરૂપે બદલો આપે છે અથવા સજા કરે છે. સદૂકીઓ માને છે કે લોકો એકવાર મૃત્યુ પામ્યા બાદ, તેઓ મૃત જ રહે છે અને ફરીથી ક્યારેય્ય સજીવન થતા નથી. (જુઓ: [[rc:///tw/dict/bible/other/raise]] અને [[rc:///tw/dict/bible/other/reward]])

""એક શ્રાપ કહેવાય""

કેટલાક યહૂદીઓએ ઈશ્વરને વચન આપ્યું હતું કે તેઓ પાઉલની હત્યા કરે નહિ ત્યાં સુધી તેઓ અન્ન કે પાણી લેશે નહિ, અને તેઓએ ઈશ્વરને કહ્યું કે જો તેઓએ લીધેલા વચન પૂર્ણ ન કરે તો તેઓને સજા કરે.

રોમન નાગરિકત્વ

રોમનોએ વિચાર્યું કે તેઓને ફક્ત રોમન નાગરિકો સાથે જ ન્યાય પૂર્વક વર્તન કરવું જોઈએ. જેઓ રોમન નાગરિક નથી તેવા લોકો સાથે તેઓ ઇચ્છે તે પ્રમાણે વ્યવહાર કરી શકે છે, પરંતુ તેઓએ અન્ય રોમનો સાથે નિયમનું પાલન કરવું જ રહ્યું. કેટલાક લોકો રોમન નાગરિકત્વ સાથે જન્મ્યા હતા, અને બીજાઓએ રોમન સરકારને નાણાં આપીને રોમન નાગરિક બન્યા હતા. રોમન નાગરિકની જેમ તે બિન-નાગરિક સાથે જેવું વર્તન કરે તેવું જ વર્તન કરવા બદલ ""મુખ્ય સરદાર"" ને પણ સજા થઈ શકતી.

આ અધ્યાયમાંના શબ્દાલંકાર

એકદમ સાફ કરવું

શાસ્ત્રમાં આ એક સામાન્ય રૂપક છે જ્યારે કોઈ સારું અથવા શુદ્ધ અથવા ન્યાયી દેખાય છે જ્યારે અન્ય દુષ્ટ અથવા અશુદ્ધ અથવા અન્યાયી માલુમ પડે છે. (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)